મોદીનો 76મો જન્મદિવસ: દેશભરમાં સેવા દિવસ તરીકે ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આયુષ્યના 75 વર્ષ પુરા કરી 76માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. યોગાનુ યોગ તેમણે ગુજરાતન મુખ્યમંત્રીથી માંડી દેશના વડાપ્રધાન તરીકે 25 વર્ષ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આયુષ્યના 75 વર્ષ પુરા કરી 76માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. યોગાનુ યોગ તેમણે ગુજરાતન મુખ્યમંત્રીથી માંડી દેશના વડાપ્રધાન તરીકે 25 વર્ષ પુરા કરી બેવડો મુકામ હાંસલ કર્યો છે. મોદીના જન્મદિન નિમિતે આજે દેશ વિદેશમાંથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે. આ સાથે જ ભાજપનું સેવા સંંકલ્પ અભિયાન શરૂ થયું છે જે એક મહીનો ચાલશે. આ નિમિતે 500થી વધુ સ્થળે આશીર્વાદના દીવા પ્રગટાવવામાં આવશે.

મોદીને અભિનંદન આપનારા નેતાઓમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુથી માંડી તેમની કેબીનેટના સાથીદારો તથા જુદાજુદા રાજ્યોના મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. પોતાના સંદેશમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ સુશાસનમાં નવા માપદંડો સ્થાપિત કરવાનો અને સર્વસમાવેશી વિકાસને નવી ગતિ અને દિશા આપવાનો શ્રેય મોદીને આપ્યો.
રાષ્ટ્રપતિએ એક પોસ્ટમાં કહ્યું, “છેલ્લા 25 વર્ષોમાં, મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના તમારા કાર્યકાળ દરમિયાન, તમે સુશાસનના ઘણા નવા માપદંડો સ્થાપિત કર્યા છે અને સર્વસમાવેશી વિકાસને અભૂતપૂર્વ ગતિ અને નવી દિશા આપી છે.”

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના જન્મદિવસના સંદેશમાં મોદીને “વિશ્વના સૌથી લોકપ્રિય નેતા” અને “નવા ભારત”ના ઘડવૈયા ગણાવ્યા. ભાજપના પ્રમુખ નિતિન નબિને પણ વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે શુભેચ્છા પાઠવી હતી.

અને કહ્યું હતું કે તેમના માર્ગદર્શન હેઠળ ભારત વિકાસ અને આત્મનિર્ભરતાના નવા શિખરો સર કરી રહ્યું છે.
અગાઉ, નબિને નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ 17 સપ્ટેમ્બરે મોદીના જન્મદિવસ નિમિત્તે સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે તેમના ઘરોમાં દીવો પ્રગટાવે અને તેમના સારા સ્વાસ્થ્ય તથા સતત સફળતા માટે પ્રાર્થના કરે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ મોદીની રાજકીય સફરની પ્રશંસા કરતા કહ્યું કે તેમના નેતૃત્વમાં ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા અને પ્રભાવ અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચ્યા છે.

મોદી 7 ઓક્ટોબરે સતત વહીવટી પદ સંભાળવાના 25 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે; 2014માં વડાપ્રધાન બનતા પહેલા તેમણે એક દાયકાથી વધુ સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

ટ્રમ્પ વતી મોદીને જન્મદિનની વધાઇ આપતું અમેરિકી દૂતાવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિનની વધાઇ આપનારા વિશ્ર્વના નેતાઓમાં ટ્રમ્પ પણ સામેલ છે. ભારત ખાતેના અમેરિકી દુતાવાસે એકસ પર જ પોસ્ટમાન જણાવ્યું છે કે પ્રમુખ, ડોનાલ્ડ ટ્રમ્પ વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિનની શુભેચ્છાઓ આગમી વર્ષોમાં તેમને આરોગ્ય અને સુખાકારીની શુભકામનાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *