GCASના વિલંબથી આ વર્ષની યુનિવર્સિટીની પરીક્ષાઓ આવતા વર્ષે લેવી પડે તેવી સ્થિતિ

  ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) દ્વારા કોલેજ પ્રવેશ પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને કારણે વિદ્યાર્થીઓમાં અનિશ્ચિતતા વધી રહી છે, કારણ કે આનાથી યુનિવર્સિટીની પ્રથમ સેમેસ્ટરની…

 

ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) દ્વારા કોલેજ પ્રવેશ પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને કારણે વિદ્યાર્થીઓમાં અનિશ્ચિતતા વધી રહી છે, કારણ કે આનાથી યુનિવર્સિટીની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ આવતા વર્ષે જાન્યુઆરી સુધી પાછળ ઠેલાઈ શકે છે.

સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અંદાજે 1,800 બેઠકો ભરવા માટે બુધવારે GCASનો એક વિશેષ રાઉન્ડ શરૂૂ થશે. સેન્ટ ઝેવિયર્સમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, અન્ય કોલેજોમાં ખાલી પડેલી બેઠકો માટે ’મોપ-અપ’ રાઉન્ડ 3 ઓક્ટોબરથી શરૂૂ થશે. પરિણામે, સમગ્ર પ્રવેશ પ્રક્રિયા નવેમ્બર સુધી ચાલી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રવેશના આ સમયપત્રકને કારણે યુનિવર્સિટીની એનરોલમેન્ટ (નોંધણી) પ્રક્રિયા ડિસેમ્બર-જાન્યુઆરી સુધી લંબાઈ શકે છે. આ સ્થિતિમાં યુનિવર્સિટીઓ માટે શૈક્ષણિક કેલેન્ડર મુજબ પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા યોજવી મુશ્કેલ બની શકે છે. ગયા વર્ષની જેમ જ, આ પરીક્ષાઓ પણ જાન્યુઆરીમાં યોજવી પડે તેવી શક્યતા છે.

યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, માત્ર ગુજરાત યુનિવર્સિટીમાં જ અંદાજે 31,500 બેઠકો ખાલી છે. ગજઞઈંના પ્રવક્તા નારાયણ ભરવાડે કહ્યું, GCAS દ્વારા અનેક રાઉન્ડ યોજાયા બાદ, યુનિવર્સિટીઓએ પણ પ્રવેશ રાઉન્ડ યોજ્યા અને વ્યક્તિગત સંસ્થાઓએ પણ રાઉન્ડ હાથ ધર્યા. તેમ છતાં હજારો બેઠકો ખાલી રહી ગઈ છે. આ સિસ્ટમની નિષ્ફળતા છે. GCAS દ્વારા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય તેવી તમામ યુનિવર્સિટીઓમાં હાલમાં કેટલી બેઠકો ખાલી છે, તેની જાહેરાત પણ સરકારે હજુ સુધી કરી નથી. ABVPના જનરલ સેક્રેટરી દેવાંશ બ્રહ્મભટ્ટે કહ્યું, GCAS જે રીતે ચલાવવામાં આવી રહ્યું છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં ઘણા રાઉન્ડ યોજાઈ ચૂક્યા છે. અમે ઈચ્છીએ છીએ કે સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોની બેઠકોને પ્રાથમિકતા આપવામાં આવે. જોકે, ખાનગી કોલેજોની બેઠકો પહેલાં ભરાઈ રહી છે. વિડંબના એ છે કે, GCASની શરૂૂઆત યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયામાં એકરૂૂપતા લાવવા અને પ્રવેશ સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *