સૌરાષ્ટ્રમાં 3 નવા ડેટા સેન્ટર હબ અને સબમરીન કેબલ સ્ટેશન બનશે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડિજિટલ સેવાઓની વધતી માંગને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે રાજ્યને દેશનું મુખ્ય ડેટા સેન્ટર હબ બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું…

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડિજિટલ સેવાઓની વધતી માંગને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે રાજ્યને દેશનું મુખ્ય ડેટા સેન્ટર હબ બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું ભર્યું છે.
નવી ’વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ’ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ધોલેરા, ચોર્વાડ/દીવ, પોરબંદર અને સુરત જેવા વ્યૂહાત્મક વિસ્તારોમાં સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન્સ અને સુસજ્જ ડેટા સેન્ટર ઈકોસિસ્ટમ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવીનતમ પહેલના પરિણામે રાજ્યમાં આશરે રૂૂ. 1.7 લાખ કરોડ (17 અબજ ડોલર) સુધીનું જંગી મૂડીરોકાણ આવવાની મજબૂત શક્યતાઓ સેવાઈ રહી છે.
વિધાનસભા સત્ર દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, સરકારે રાજ્યમાં 7.5 ગીગાવોટ (GW) ડેટા સેન્ટર ક્ષમતા વિકસાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જે હાલની સમગ્ર ભારતની કુલ ક્ષમતા કરતા પાંચ ગણો વધારે છે.

આ નીતિ હેઠળ રાજ્ય સરકારને અત્યાર સુધીમાં 17 ૠઠ ક્ષમતા ધરાવતા અનેક સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય રોકાણકારોના દરખાસ્તો (ઙજ્ઞિાજ્ઞતફહત) મળી ચૂક્યા છે. તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન યુગમાં ડેટા સેન્ટર્સ એ ’આજના સમયના તેલના કૂવા’ સમાન છે.

આ યોજનામાં ધોલેરા ને ’હાઈપરસ્કેલ ડેટા સેન્ટર સિટી’ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જ્યાં રોકાણકારોને વિશેષ કેપિટલ સબસિડી પણ આપવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલ કનેક્ટિવિટીને વૈશ્વિક સ્તરે મજબૂત કરવા માટે ચોર્વાડ/દીવ, પોરબંદર, સુરત અને ધોલેરા ખાતે સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન્સ સ્થાપીને સમગ્ર નેટવર્કને જોડવામાં આવશે. ડેટા સેન્ટર્સમાં જરૂૂરી વીજળીનો 51% હિસ્સો અક્ષય ઉર્જા (ગ્રીન એનર્જી) દ્વારા પૂરો પાડવામાં આવશે અને પાણીની જરૂૂરિયાત માટે ડીસેલિનેશન પ્લાન્ટ્સનો ઉપયોગ કરાશે.

રોકાણકારોને આકર્ષવા માટે નીતિ હેઠળ કેપિટલ સબસિડી, વ્યાજ સબસિડી, વીજ ડ્યુટીમાં રાહત, સ્ટેમ્પ ડ્યુટી મુક્તિ અને ઋજઈં નિયમોમાં વિશેષ છૂટછાટો આપવામાં આવી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ડેટા સેન્ટર ક્ષેત્રે થનારા આ વિરાટ રોકાણથી માત્ર રાજ્યની આર્થિક પ્રગતિને જ વેગ નહીં મળે, પરંતુ વિદેશમાં કામ કરતા ભારતીય આઈટી વ્યાવસાયિકો માટે સ્વદેશ વાપસી (છયદયતિય ખશલફિશિંજ્ઞક્ષ) અને સ્થાનિક સ્તરે હજારો કુશળ યુવાનો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની નવી ઉત્કૃષ્ટ તકો ઊભી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *