ડિરેક્ટર વિશાલ ચતુર્વેદીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ’હનુમાન અંશ’ એ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ અંદાજોને ખોટા સાબિત કરીને નવો ઇતિહાસ રચ્યો છે. નીમ કરોલી બાબાના જીવન પર આધારિત અને અભિનેતા શોભિનવ સત્યા સ્ટારર આ ફિલ્મે પોતાના પાંચમા અઠવાડિયામાં પણ શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે.
ફિલ્મની બોક્સ ઓફિસ સફર કોઈ ચમત્કારથી કમ નથી. રિલીઝના પહેલા દિવસે માત્ર ₹1.08 કરોડ અને ત્યારબાદ કમાણી ઘટીને દિવસના ₹10 લાખથી ₹40 લાખ સુધી પહોંચી ગઈ હતી. ત્રીજા અઠવાડિયામાં અચાનક ઉછાળો આવ્યો અને ફિલ્મે એક જ અઠવાડિયામાં ₹61 કરોડનું કલેક્શન કરી બધાને ચોંકાવી દીધા.
લેટેસ્ટ અહેવાલો મુજબ, રિલીઝના 33મા દિવસે એટલે કે પાંચમા મંગળવારે ફિલ્મે ₹9.07 કરોડની જંગી કમાણી કરી છે. આ સાથે ફિલ્મનું અત્યાર સુધીનું ભારતીય બોક્સ ઓફિસ પર કુલ કલેક્શન ₹141.20 કરોડ પર પહોંચી ગયું છે. નજીકના સમયમાં કોઈ મોટી ફિલ્મ રિલીઝ થવાની ન હોવાથી, આ વિકેન્ડ સુધીમાં ફિલ્મ રૂૂ. 150 કરોડનો આંકડો સરળતાથી પાર કરી લેશે.
