હનુમાન અંશની સફળતાથી બોલિવૂડમાં ભક્તિનો દોર, સાંઇબાબા- ખાટુશ્યામ પર બનશે ફિલ્મ

‘હનુમાન અંશ’ ફિલ્મની અભૂતપૂર્વ સફળતાએ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ધાર્મિક અને ભક્તિમય સિનેમા માટે નવા દ્વાર ખોલી દીધા છે. આ અગાઉ ’લાલો – કૃષ્ણ સદા સહાયતે’…

‘હનુમાન અંશ’ ફિલ્મની અભૂતપૂર્વ સફળતાએ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ધાર્મિક અને ભક્તિમય સિનેમા માટે નવા દ્વાર ખોલી દીધા છે. આ અગાઉ ’લાલો – કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર આવો જ કમાલ કરી બતાવ્યો હતો. હવે આ જ સફળ ટ્રેન્ડ પર આગળ વધતાં અનેક નવી ફિલ્મો પાઇપલાઇનમાં છે. કેટલીક ફિલ્મોની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે, તો કેટલીક પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. સાંઈ બાબાથી લઈને શ્રી ખાટુ શ્યામજી સુધીના વિષયો પર હવે ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે.

’હનુમાન અંશ’ની સફળતાથી સિનેમા જગતમાં એક નવા યુગની શરૂૂઆત થઈ છે. માત્ર ₹3 કરોડથી ઓછા બજેટમાં બનેલી અને શરૂૂઆતના સપ્તાહોમાં બહુ ઓછી સ્ક્રીન મેળવનારી આ ફિલ્મે જોતજોતામાં ટિકિટબારી પર ધમાકો મચાવી દીધો. આ નાની ફિલ્મે આખા બોલિવૂડની વિચારસરણી બદલી નાખી છે. ફિલ્મની જબરદસ્ત કમાણી અને વિવેચકોની પ્રશંસા બાદ હવે મેકર્સ મોટા પાયે ધાર્મિક પ્રોજેક્ટ્સ હાથ ધરી રહ્યા છે.
’લાલો – કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મે ગયા વર્ષે જબરદસ્ત સફળતા મેળવી ₹100 કરોડથી વધુનો બિઝનેસ કરનારી ગુજરાતની સૌપ્રથમ ફિલ્મ બનીને ઇતિહાસ રચ્યો હતો. આ ફિલ્મની તેલુગુ રિમેક પર હાલ કામ ચાલી રહ્યું છે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા માટે અલ્લુ અર્જુન, વિજય દેવરકોંડા અને રામ ચરણ જેવા દિગ્ગજ નામોની ચર્ચા છે.

તાજેતરમાં કરણ જોહરે પણ પુષ્ટિ કરી છે કે રાધા અને કૃષ્ણની અમર પ્રેમગાથા પર આધારિત એક ભવ્ય ફિલ્મ તૈયાર થઈ રહી છે. બીજી તરફ, પીઢ અભિનેતા સંજય મિશ્રા ’તેરા સાંઈ’ ફિલ્મમાં સાંઈ બાબાનું મુખ્ય પાત્ર ભજવશે. ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલ અને પ્રોડ્યુસર શૈલેષ એસ. સંઘવીએ તાજેતરમાં શિરડી ખાતે સાંઈ બાબાના આશીર્વાદ લઈ આ ફિલ્મની થિયેટ્રિકલ રિલીઝ તારીખ 5 ફેબ્રુઆરી, 2027 જાહેર કરી છે.
શ્રી ખાટુ શ્યામજીના ભક્તો માટે પણ ’હારે કા સહારા, બાબા ખાટુ શ્યામ હમારા’ શીર્ષક હેઠળ એક પવિત્ર અને ભક્તિભાવથી સભર ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જે વર્ષ 2027માં મોટા પડદે આવશે. આ ઉપરાંત રામાયણ પર આધારિત ’મહાકાવ્ય શ્રી રામાયણ કથા’ અને રણબીર કપૂર અભિનીત ’રામાયણમ્’ જેવા મેગા બજેટ પ્રોજેક્ટ્સ પણ પ્રક્રિયામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *