હથિયારી એકમના વડા રાજુ ભાર્ગવ વય નિવૃત્ત થતા એસીબીના ડાયરેક્ટર પિયુષ પટેલને ચાર્જ સોંપાયો

રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર હાલ હથીયારી એકમના વડા રાજુ ભાર્ગવ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં હાલ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વરિષ્ઠ આઈપીએસ અધિકારી અને એન્ટિ-કરપ્શન બ્યુરો…

રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર હાલ હથીયારી એકમના વડા રાજુ ભાર્ગવ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં હાલ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વરિષ્ઠ આઈપીએસ અધિકારી અને એન્ટિ-કરપ્શન બ્યુરો ના ડાયરેક્ટર એડીજીપી પીયૂષ પટેલને ગાંધીનગર સ્થિત ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (આર્મ્ડ યુનિટ્સ)નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.આગામી ટુક સમયમાં જ ગુજરાતના આઈપીએસ અધિકારીઓની બદલીઓ થવાની છે ત્યારે હાલ હથીયારી એકમના વડાની જગ્યા ઉપર કોઈ અધિકારીની નીમણુંક નહી કરી વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે. ગુજરાતના એસપી થી લઇ આઈજી કક્ષાના અધિકારીઓની બદલીના હુકમો આગામી દિવસોમાં થવાના હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાતના આર્મ્ડ યુનિટ્સના ડીજીપી તરીકે ફરજ બજાવતા અને અગાઉ રાજકોટ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુકેલા વરિષ્ઠ આઈપીએસ અધિકારી રાજુ ભાર્ગવ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં આ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે અને ગૃહ વિભાગે સોમવારે આ અંગેનો સત્તાવાર આદેશ જારી કર્યો હતો. 1995ની બેચના ઈંઙજ અધિકારી રાજુ ભાર્ગવ 31 ઓગસ્ટે સેવા નિવૃત્ત થયા હતા, જેના પગલે આ મહત્વપૂર્ણ પદ ખાલી પડ્યું હતું. હવે 1998ની બેચના એડીજીપી રેન્કના અધિકારી પીયૂષ પટેલ પોતાના વર્તમાન એસીબી ડાયરેક્ટર પદની કામગીરીની સાથે સાથે આર્મ્ડ યુનિટ્સના ડીજીપી તરીકેનો વધારાનો કાર્યભાર સંભાળશે. પીયૂષ પટેલ અગાઉ પણ રાજ્ય પોલીસ વહીવટમાં અનેક મુખ્ય અને સંવેદનશીલ હોદ્દાઓ પર ઉત્કૃષ્ટ સેવાઓ આપી ચૂક્યા છે.

સુરત પોલીસ કમિશ્નર અનુપનસિંહ ગહલૌતને સુરતથી બદલી કરી અમદવાદ પોલીસ કમિશ્નર તરીકે મુકવામાં આવ્યા છે.ત્યારે સુરત પોલીસ કમિશ્નર તરીકેનો ચાર્જ અધિક પોલીસ કમિશ્નર વાંબાગ ઝમીરને સોપવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશ્નરની જગ્યા ખાલી છે ત્યારે આગામી ટુક સમયમાં જ ગુજરાતના આઈપીએસ અધિકારીઓની બદલીઓ થવાની ચર્ચા થઇ રહી છે. આઈપીએસ અધિકારી રાજુ ભાર્ગવ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં હાલ હથીયારી એકમના વડાની જગ્યા ઉપર કોઈ અધિકારીની નીમણુંક નહી કરી વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે. ગુજરાતના એસપી થી લઇ આઈજી કક્ષાના અધિકારીઓની બદલીના હુકમો આગામી દિવસોમાં થવાના હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *