ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એમ.ડી. પંચાલને ફરજમાં બેદરકારી બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP)એ આ આદેશ આપ્યો છે. સસ્પેન્ડેડ અધિકારીને રાજકોટ હેડક્વાર્ટર ખાતે મુકવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસ બેડામાં ખળભળાટ ફેલાયો છે.
માહિતી મુજબ, અનીડા ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ દારૂૂની રેડ પાડી હતી. આ રેડ દરમિયાન 55.77 લાખ રૂૂપિયાના મુદ્દામાલની જપ્તી કરવામાં આવી હતી. SMCની આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI સામે ફરજમાં બેદરકારી અને વિસ્તારમાં ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી અટકાવવામાં નિષ્ફળતાનો આરોપ લાગ્યો હતો.
બોટાદ એસપીએ આ મામલે તપાસ કરી PI પંચાલને સસ્પેન્ડ કર્યા. પોલીસ વર્તુળમાં જણાવાય છે કે રાજ્યમાં દારૂૂબંધીના કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ અધિકારીઓ કડક અભિગમ અપનાવી રહ્યા છે. SMC જેવી સ્વતંત્ર ટીમો દ્વારા રેડ થાય અને મોટો જથ્થો જપ્ત થાય ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી સામે શિસ્તભંગની કાર્યવાહી થતી રહે છે.
ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બાદ પોલીસ કર્મચારીઓમાં ચર્ચા ચાલી રહી છે. સસ્પેન્શનના આદેશ બાદ PI પંચાલને રાજકોટ હેડક્વાર્ટર ખાતે હાજર થવાનું કહેવામાં આવ્યું છે. આગળની તપાસ બાદ વધુ કાર્યવાહી થઈ શકે તેમ સૂત્રોએ જણાવ્યું છે. ગુજરાતમાં દારૂૂબંધીના કાયદા હેઠળ આવી રેડો વારંવાર થતી રહે છે. SMCની કાર્યવાહી પછી સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી થવાના કિસ્સા પણ સામે આવતા રહ્યા છે. બોટાદ જિલ્લા પોલીસ વહીવટીતંત્રે આ મામલે કોઈ વધારાનું નિવેદન હજુ બહાર પાડ્યું નથી.
