14 મહિલા ધારાસભ્યોને 2-2 કરોડની રક્ષાબંધન ‘ગ્રાન્ટ’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂૂપે રાજ્યના મહિલા જનપ્રતિનિધિઓને પોતાના વિસ્તારોમાં લોકઉપયોગી કામો ઝડપથી પૂરા કરવા માટે એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય ભેટ આપી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂૂપે રાજ્યના મહિલા જનપ્રતિનિધિઓને પોતાના વિસ્તારોમાં લોકઉપયોગી કામો ઝડપથી પૂરા કરવા માટે એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય ભેટ આપી છે. રાજ્ય વિધાનસભામાં નાગરિકોનું પ્રતિનિધિત્વ કરી રહેલી તમામ 14 મહિલા ધારાસભ્યોને પોતાના મતવિસ્તારોમાં માળખાકીય સુવિધાઓનો વિસ્તાર કરવા માટે પ્રત્યેકને 2 કરોડ રૂૂપિયા લેખે કુલ 28 કરોડ રૂૂપિયાની વિશેષ ગ્રાન્ટ ફાળવવાનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મહિલા ધારાસભ્યોને પોતાના ક્ષેત્રના વિકાસકાર્યોને ઝડપી બનાવવામાં મોટી આર્થિક મદદ મળી રહેશે.

આ વિશેષ ફાળવણીનો લાભ મેળવનારા જનપ્રતિનિધિઓમાં શહેરી ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતી 9 મહિલા ધારાસભ્યો અને ગ્રામ્ય વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી 5 મહિલા ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
આ રકમનો સીધો ઉપયોગ મતવિસ્તારના રોડ-રસ્તા, પુલિયા અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રાથમિક જરૂૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે. લાંબા સમયથી અટકેલા કે નવા જરૂૂરી માર્ગ સુધારણાના કામોને આ ગ્રાન્ટ થકી તાત્કાલિક મંજૂરી આપી શકાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતલક્ષી અને સંવેદનશીલ અભિગમને કારણે સંબંધિત શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વાહનવ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે. કનેક્ટિવિટી સુધરવાથી સ્થાનિક વેપાર-રોજગારને વેગ મળશે અને ગામડાઓ તેમજ શહેરી વિસ્તારોના નાગરિકોની રોજિંદી આવાજાવિમાં સમય તેમજ ઇંધણની બચત થશે. રાજ્ય સરકારના આ પગલાથી મહિલા ધારાસભ્યોના હાથ વધુ મજબૂત થશે અને તેઓ પોતાના વિસ્તારની સ્થાનિક મુશ્કેલીઓનો સચોટ નિકાલ લાવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *