મહિલા પ્રોફેસરને 19 દી’ સુધી ડિજિટલ એરેસ્ટ કરી 54.60 લાખની ઠગાઈ

લો બોલો.. TRAIના નામે સાયબર ગઠિયાઓએ ફોન કરીને 75 વર્ષીય નિવૃત્ત મહિલા પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટના નામે ડરાવી રૂૂ.54.60 લાખ પડાવી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો હાલ…

લો બોલો.. TRAIના નામે સાયબર ગઠિયાઓએ ફોન કરીને 75 વર્ષીય નિવૃત્ત મહિલા પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટના નામે ડરાવી રૂૂ.54.60 લાખ પડાવી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો હાલ અમદાવાદમાંથી સામે આવ્યો છે. શહેરના ઘુમામાં રહેતી એક વૃદ્ધાને તેમના નામે મુંબઈથી સિમકાર્ડ ખરીદાયું હોવાનું અને તે નંબરનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિમાં થયો હોવાનું કહીને આ ઠગહાજોએ ભયમાં મૂકી હોવાની ફરિયાદ નોંધાતા બોપલ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

મળતી માહિતી મુજબ, ગત 3 ઓગસ્ટે સાયબર ગઠિયાઓએ મહિલા પ્રોફેસરને TRAIના નામે ફોન કર્યો હતો. ત્યારબાદ બે દિવસ પછી ફરી ફોન કરીને તેમના નામે મુંબઈની એક દુકાનમાંથી સિમકાર્ડ ખરીદાયું હોવાનું અને આ નંબર પરથી ગેરકાયદે અશ્ર્લીલ ફોટા તથા વીડિયો મોકલવામાં આવ્યા હોવાનું કહીને તેમને ડરાવવામાં આવ્યા હતા. આટલું જ નહીં, આરોપીઓએ આ નંબર સામે આશરે 25 જેટલી પોલીસ ફરિયાદો નોંધાઈ હોવાનું કહી વીડિયો કોલ કર્યો હતો. વીડિયો કોલ દરમિયાન ફરિયાદોની યાદી બતાવી વૃદ્ધાને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે વૃદ્ધાએ પોતે આ સિમકાર્ડ ન ખરીદ્યું હોવાનું અને કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ન કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારે ગઠિયાઓએ વીડિયો કોલમાં તેમના આધારકાર્ડની વિગતો દર્શાવી હતી. પોતાના આધારકાર્ડની માહિતી જોઈને વૃદ્ધા વધુ ગભરાઈ ગયા હતા.

આરોપીઓએ વૃદ્ધાને આ કેસમાં તેમની કોઈ સંડોવણી ન હોય તો NOC લેવી પડશે તેમ કહી વીડિયો કોલ દરમિયાન અરજી પણ લખાવી હતી. ત્યારબાદ થોડા દિવસ બાદ ફરી વીડિયો કોલ કરીને મામલાને વધુ ગંભીર હોવાનું જણાવી તેમને સતત ભયમાં રાખવામાં આવ્યા હતા. ગઠિયાઓએ હવે વૃદ્ધાનું નામ નરેશ ગોયલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં હોવાનું કહીને ડરાવ્યા હતા. તેમના મોબાઇલ નંબરનો ઉપયોગ આ કેસમાં થયો હોવાનું જણાવી વિવિધ દસ્તાવેજો બતાવવામાં આવ્યા હતા અને વૃદ્ધા પાસેથી શપથપત્ર પણ લખાવવામાં આવ્યું હતું.

સાયબર ગઠિયાઓએ વૃદ્ધાને સતત 19 દિવસ સુધી ફોન અને વીડિયો કોલ કરીને પોતાના નિયંત્રણમાં રાખ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. એટલું જ નહીં, તેમને નિયમિત રીતે ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ કરવા માટે પણ કહેવામાં આવતું હતું. આ દરમિયાન પરિવારના કોઈ સભ્યને ઘટનાની જાણ ન કરવા માટે પણ વૃદ્ધાને ડરાવવામાં આવ્યા હતા. આરોપીઓએ મિલકત અને નાણાકીય વિગતોની તપાસ કરવાની વાત કરી વૃદ્ધા પાસેથી જરૂૂરી માહિતી મેળવી લીધી હતી.

આરોપીઓના સતત દબાણના કારણે વૃદ્ધાને પોતાના મ્યુચ્યુઅલ ફંડ રિડીમ કરાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ અલગ-અલગ બહાના હેઠળ તેમની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ, ડિજિટલ કરન્સી સંબંધિત વેરિફિકેશનના નામે પણ વૃદ્ધા પાસેથી મોટી રકમ લેવામાં આવી હતી. આ રીતે આરોપીઓએ તબક્કાવાર કુલ રૂૂ.54.60 લાખ પડાવી લીધા હોવાનો આક્ષેપ છે.

સાયબર ગઠિયાઓએ વૃદ્ધાને CBIના નામે બે પ્રકારના કેસ હોવાનું જણાવ્યું હતું. એક કેસને પ્રાયોરિટી બેઝ અને બીજા કેસને ફિઝિકલ બેઝ તરીકે દર્શાવીને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. ફિઝિકલ કેસમાં 10 વર્ષની સજા થઈ શકે તેમ કહી વૃદ્ધાને વધુ ગભરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રાયોરિટી કેસમાં રહેવા માટે કહીને આરોપીઓએ વધુ પૈસા પડાવ્યા હતા. આમ, સતત ડર અને દબાણ વચ્ચે વૃદ્ધા પાસેથી કુલ રૂૂ.54.60 લાખ પડાવી લેવામાં આવ્યા હતા.

આરોપીઓ દ્વારા સતત સંપર્ક રાખવામાં આવતો હતો. જોકે એક દિવસ ગઠિયાઓ તરફથી કોઈ જવાબ ન મળતા વૃદ્ધાને શંકા ગઈ હતી. ત્યારબાદ તેમના ફોનમાંથી ઠવફતિંઆાનો ડેટા પણ ડિલીટ થઈ ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને વૃદ્ધાએ સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરી પોતાની સાથે થયેલા રૂૂ.54.60 લાખના સાયબર ફ્રોડ અંગે જાણ કરી હતી. ત્યારબાદ બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *