યશની ‘ટોક્સિક’ની 100 કરોડની ક્લબમાં એન્ટ્રી, KGF-2ને પાછળ છોડી

યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ “ટોક્સિક” ની બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક શરૂૂઆત થઈ છે. ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે. રાત્રે 8:30 વાગ્યા સુધીમાં તે 100…

યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ “ટોક્સિક” ની બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક શરૂૂઆત થઈ છે. ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે. રાત્રે 8:30 વાગ્યા સુધીમાં તે 100 કરોડ ક્લબમાં પ્રવેશી ચૂકી છે. ફિલ્મને રિવ્યૂ ભલે સારા ન મળ્યા હોય પણ યશનું બોક્સ ઓફિસ પર પ્રભુત્વ યથાવત છે. SACNILC અનુસાર ગત રાત્રે 8:30 વાગ્યે ફિલ્મનું નેટ કલેક્શન ₹91.91 કરોડ કર્યું છે. જ્યારે ગ્રોસ કલેક્શન ₹108.45 કરોડ કર્યું છે. ફિલ્મના 21,166 શો હતા, જેમાં 51.6 ટકા ઓક્યુપેન્સી હતી. ફિલ્મના હિન્દી વર્ઝનમાં ₹55.13 કરોડ કલેક્શન થયું હતું, જેમાં 47 ટકા ઓક્યુપેન્સી હતી. કન્નડ વર્ઝનમાં ₹20.56 કરોડ અને 88 ટકા ઓક્યુપેન્સી હતી. ફિલ્મના મલયાલમ વર્ઝને 57% ઓક્યુપેન્સી સાથે 1.29 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મના તમિલ વર્ઝને 40 % ઓક્યુપન્સી સાથે 4.12 કરોડની કમાણી કરી છે. તેલુગુ વર્ઝને 58 % ઓક્યુપેન્સી સાથે 10.81 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી.

આ સાથે ’ટોક્સિક’ 2026ની બીજી સૌથી વધુ હિન્દી ઓપનર બની ગઈ છે. કોઈમોઈના મતે, 2026ની ટોચની 10 સૌથી વધુ હિન્દી ઓપનરોમાં ’ધુરંધર 2’ પ્રથમ ક્રમે છે, જેણે 140 કરોડ (આશરે 1.4 બિલિયન) ની કમાણી કરી છે. ’ટોક્સિક’ બીજા ક્રમે છે. ફિલ્મના હિન્દી વર્ઝને 55.13 કરોડ (રાત્રે 8:30વાગ્યા સુધી) ની કમાણી કરી છે. ’બોર્ડર 2’ ત્રીજા ક્રમે છે. “બોર્ડર 2” એ ₹32.1 કરોડની કમાણી કરી.

ચોથા ક્રમે “આવારાપન 2” છે, જેણે ₹234 કરોડની કમાણી કરી હતી. પાંચમા ક્રમે “વેલકમ ટુ ધ જંગલ” છે, જેણે ₹19.4 કરોડની કમાણી કરી હતી. “ભૂત બાંગ્લા” છઠ્ઠા ક્રમે છે, જેણે ₹18.31 કરોડની કમાણી કરી હતી. સાતમા ક્રમે “ધમાલ 4” છે, જેણે ₹15.5 કરોડની કમાણી કરી. આઠમા ક્રમે “કોકટેલ 2” છે, જેણે ₹14.1 કરોડની કમાણી કરી. નવમા ક્રમે “આલ્ફા” છે, જેણે ₹9.25 કરોડની કમાણી કરી. ઓ રોમિયો (દસમા ક્રમે) એ ₹9.01 કરોડની કમાણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *