સવારે 6થી રાત્રે 3 સુધી શો, રૂા.2250ની ટિકિટ, કાલે રિલીઝ થશે યશની ‘ટોક્સિક’

યશની ’ટોક્સિક’ રિલીઝ થાય તે પહેલાં ફેન્સની વચ્ચે જબરજસ્ત ચર્ચામાં આવી છે. ફિલ્મ 26 ઓગસ્ટનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પરંતુ આ પહેલાં જ મુંબઈ અને…

યશની ’ટોક્સિક’ રિલીઝ થાય તે પહેલાં ફેન્સની વચ્ચે જબરજસ્ત ચર્ચામાં આવી છે. ફિલ્મ 26 ઓગસ્ટનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પરંતુ આ પહેલાં જ મુંબઈ અને બેંગ્લોરનાં અનેક થિયેટર્સમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. કોઈ થિયેટરમાં સવારનો 6 વાગ્યાનો શો રાખવામાં આવ્યો છે તો કોઈ મલ્ટીપ્લેક્સમાં મોડી રાત્રે સુધી સ્ક્રીનિંગ થશે. સૌથી વધારે હેરાન કરનારી વાત તો એ છે કે ઘણી જગ્યાઓ પર એક ટિકિટ માટે 2250 રૂૂપિયા સુધી ચુકવવા પડી રહ્યાં છે.

એડવાન્સ બુકિંગનો શાનદાર રિસ્પોન્સ જોતાં એવું લાગી રહ્યું છે કે યશની આ મૂવીને લઈને લોકોમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગીતુ મોહનદાસનાં ડાયરેક્શનમાં બનેલી ’ટોક્સિક’ મૂવી ’કેજીએફ ચેપ્ટર 2’ પછીની યશની પહેલી મોટી થિયેટર રિલીઝ છે. એડવાન્સ બુકિંગ શરૂૂ થતાં જ દર્શકોને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ત્યારબાદ અનેક થિયેટરોમાં શોની સંખ્યા વધારવામાં આવી છે.

મુંબઈનાં ઘણાં સિનેમાઘરોમાં સવારે 6 વાગ્યાનો પહેલો શો રાખવામાં આવ્યો છે, જ્યારે ઘણી જગ્યાઓ પર 7 વાગ્યાથી સ્ક્રીનિંગ શરૂૂ થશે. આમ, અનેક થિયેટરોમાં છેલ્લો શો 11.45 વાગે શરૂૂ થઈને લગભગ 3 વાગે પૂરો થશે. એટલે કે ફેન્સ સવારથી લઈને રાત સુધી તેમનાં સમયે ગમે ત્યારે મૂવી જોવાનો આનંદ માણી શકશે.
ફિલ્મની ટિકિટ પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. મુંબઈનાં બાંદ્રા સ્થિત જિયો વર્લ્ડ ડ્રાઈવમાં સૌથી મોંઘી ટિકિટ 2250 રૂૂપિયા બતાવવામાં આવી છે, જ્યારે બેંગલોરનાં ફોરમ રેક્સ વોકમાં પ્રીમિયમ ટિકિટ 2181 રૂૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ સિવાય અનેક મલ્ટીપ્લેક્સમાં 1500 રૂૂપિયાથી વધારે કિંમતની ટિકિટ વેચાઈ રહી છે.

આ ફિલ્મમાં યશની સાથે નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરૈશી, તારા સુતારિયા અને રુક્મણી વસંત જોવા મળશે. જો કે હાલમાં યશ ટોક્સિકનાં પ્રમોશનમાં વ્યસ્ત છે. આમ, તમને જણાવી દઈએ કે સુપરસ્ટાર યશની ’ટોક્સિક’ પહેલાં ’ધુરંધર’ ફિલ્મ સાથે ક્લેશ થવાની હતી, પરંતુ પછી રિલીઝ ડેટ બદલવામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *