લઠ્ઠાકાંડના મુખ્ય આરોપીની લાશ PM કર્યા વગર MP મોકલી દેતા મહિલા ASI સસ્પેન્ડ

ભાવનગરના ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડમાં પોલીસ વિભાગની કામગીરીને લઈને વધુ એક ગંભીર ખુલાસો સામે આવ્યો છે. એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ મહિલા ASI ઉષા ભીમાણી પર કથિત રીતે…

ભાવનગરના ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડમાં પોલીસ વિભાગની કામગીરીને લઈને વધુ એક ગંભીર ખુલાસો સામે આવ્યો છે. એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ મહિલા ASI ઉષા ભીમાણી પર કથિત રીતે મુખ્ય આરોપી ગણાતા નરેન્દ્ર યાદવ ઉર્ફે ‘ડોક્ટર’ના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર લાશ મધ્યપ્રદેશ મોકલી આપવાનો આરોપ છે.
મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશનો નરેન્દ્ર યાદવ વરતેજ વિસ્તારમાં કથિત રીતે ડુપ્લિકેટ દારૂૂની ફેક્ટરી ચલાવતો હતો. દારૂૂના ટેસ્ટિંગ દરમિયાન તેનું મોત થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારબાદ તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાને બદલે લાશ સીધી મધ્યપ્રદેશ મોકલી દેવામાં આવી હોવાના મુદ્દે હવે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ સમગ્ર મામલે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેએ મહિલા ASI સામે ફરજમાં ગંભીર બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે લઠ્ઠાકાંડની તપાસમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ભૂમિકા પણ તપાસના કેન્દ્રમાં આવી છે.

મહિલા ASI દ્વારા આટલો મોટો નિર્ણય સ્વતંત્ર રીતે લેવામાં આવ્યો હતો કે પછી અન્ય કોઈ અધિકારી અથવા વ્યક્તિની સૂચના હતી, તે દિશામાં પણ તપાસ ચાલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર પ્રકરણમાં વધુ લોકોની સંડોવણી બહાર આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

તપાસમાં મહિલા ASI દ્વારા પોતાના ફોન પરથી મૃતક નરેન્દ્ર યાદવના પરિવારજનો સાથે વીડિયો કોલ પર વાતચીત કરાવવામાં આવી હતી કે નહીં, તે મુદ્દાની પણ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *