હોલિવૂડની જાણીતી અભિનેત્રી હેડન પેનેટિયરનું નિધન

જન્મદિવસના 5 દિવસ પહેલા જ અવસાન હોલીવુડની જાણીતી અભિનેત્રીના નિધને દુનિયાને ચોંકાવી છે. ’હીરોઝ’ અને ’નેશવિલ’ જેવી જાણીતી સિરીઝથી લોકપ્રિય બનેલી હોલીવુડની અભિનેત્રી હેડન પેનેટિયેરનું…

જન્મદિવસના 5 દિવસ પહેલા જ અવસાન

હોલીવુડની જાણીતી અભિનેત્રીના નિધને દુનિયાને ચોંકાવી છે. ’હીરોઝ’ અને ’નેશવિલ’ જેવી જાણીતી સિરીઝથી લોકપ્રિય બનેલી હોલીવુડની અભિનેત્રી હેડન પેનેટિયેરનું 36 વર્ષની વયે નિધન થયું છે. તેના નિધનના સમાચાર 16 ઓગસ્ટે સામે આવ્યા હતા, જ્યારે તેનો 37મો જન્મદિવસ માત્ર પાંચ દિવસ બાદ 21 ઓગસ્ટે આવવાનો હતો. તેના નિધનની સત્તાવાર પુષ્ટિ તેમના પિતા સ્કિપ પેનેટિયેરે કરી હતી. તેના મૃત્યુનું કારણ હાલમાં જાહેર કરવામાં આવ્યું નથી. હેડન પેનેટિયેરનું મનોરંજન જગત સાથેનું જોડાણ બાળપણથી જ શરૂૂ થઈ ગયું હતું. માત્ર 11 મહિનાની ઉંમરે તેઓ એક રમકડાની જાહેરાતમાં જોવા મળ્યાં હતાં.

ત્યાર બાદ તેમણે બાળ કલાકાર તરીકે અનેક જાહેરાતોમાં કામ કર્યું હતું.વર્ષ 1998માં ’ધ ઑબ્જેક્ટ ઑફ માય અફેક્શન’ ફિલ્મથી તેમણે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેમનો નાનો રોલ હતો. ત્યારબાદ તેમણે ટેલિવિઝન અને ફિલ્મોમાં સતત કામ કર્યું અને વર્ષ 2006માં આવેલી ટેલિવિઝન સિરીઝ ’હીરોઝ’થી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ઓળખ મળી. ’હીરોઝ’માં ક્લેર બેનેટના પાત્રે તેમને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *