મોરબીના લજાઇમાં વીજલાઇનના વિરોધમાં યોજાયું સંમેલન, બે હજાર ખેડૂતો ઉમટ્યા

મોરબી જિલ્લાના લજાઈ ગામે તા.18 ઓગસ્ટ, 2026ના રોજ ખેડૂત જાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં 2 હજારથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન…

મોરબી જિલ્લાના લજાઈ ગામે તા.18 ઓગસ્ટ, 2026ના રોજ ખેડૂત જાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં 2 હજારથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ખેડૂતો અને ખેડૂત યુવાનો દ્વારા વીજ લાઇનના પ્રશ્નો તેમજ સરકાર દ્વારા જાહેર કરાયેલા 4-7-2026ના ઉર્જા વિભાગના પરિપત્રને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન એક ખેડૂત યુવાને ભાજપના નેતાઓ અંગે આકરા શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું હતું કે, ભાજપના મોટા ભાગના નેતાઓ અભણ છે. આ નિવેદનને પગલે રાજકીય ચર્ચા પણ ગરમાઈ છે. ખેડૂતોનું કહેવું છે કે ગુજરાત સત્યાગ્રહ છાવણીમાં કોઈપણ રાજકીય પક્ષના હોદ્દેદારોને આવવાની મનાઈ રાખવામાં આવી છે. તેમ છતાં હવે ભાજપના નેતાઓને ખુલ્લો પડકાર આપવામાં આવ્યો છે કે તેઓ એક દિવસ માટે છાવણીમાં આવે અને ખેડૂતોની વચ્ચે બેસીને તેમની સમસ્યાઓ સમજે.

ખેડૂતો દ્વારા ભાજપના નેતાઓને ખાસ કરીને 4 જુલાઈ, 2026ના ઉર્જા વિભાગના પરિપત્રથી ખેડૂતોને થનારા નુકસાન અંગે વાસ્તવિક સ્થિતિ સમજવા તથા સરકાર દ્વારા જણાવવામાં આવેલી ખછઈ કમિટીની કામગીરી અંગે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો અને તેમની રજૂઆતોને સાંભળવા માટે છાવણીની મુલાકાત લેવા આહવાન કરવામાં આવ્યું છે. ખેડૂતોના આ ખુલ્લા આહવાનને ભાજપના નેતાઓ સ્વીકારશે કે કેમ? શું ભાજપના નેતાઓ ખરેખર એક દિવસ ગુજરાત સત્યાગ્રહ છાવણીમાં જઈ ખેડૂતોની વચ્ચે બેસીને તેમની સમસ્યાઓ સાંભળશે? તે જોવું રસપ્રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *