એક્ટિંગ, ડાન્સ અને જીતનો જુસ્સો : પ્રિયંવદા કાંતનો જીવનમંત્ર

બહુ નાની ઉંમરથી પ્રિયંવદાને એકટિંગનો ખૂબ જ શોખ હતો. બાળપણમાં ટીવી પર માધુરી દીક્ષિતનાં ડાન્સ જોઈને પોતે ખૂબ ડાન્સ શીખતી હતી અને એવુ વિચારતી કે…

બહુ નાની ઉંમરથી પ્રિયંવદાને એકટિંગનો ખૂબ જ શોખ હતો. બાળપણમાં ટીવી પર માધુરી દીક્ષિતનાં ડાન્સ જોઈને પોતે ખૂબ ડાન્સ શીખતી હતી અને એવુ વિચારતી કે ફિલ્મમાં કામ કરવું એટલે બસ ડાન્સ કરવો જ થાય. ટીનેજરમાં ક્લાસીકલ નૃત્ય શીખીને ભારત અને વિદેશોમાં પણ ઘણાં પર્ફોમર્સ કર્યા હતાં. કોલેજ માટે મુંબઈ આવી, પણ મનમાં એકટિંગની દુનિયા જ ભરેલી હતી.

પ્રિયંવદા કાંત, ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ,’ ‘ઘરવાલી પેડવાલી કોમેડી શો’, તેમજ ‘તેનાલી રામા’ જેવી પ્રખ્યાત સિરિયલમાં કામ કરી ચૂકેલી, આ ટીવી સ્ટાર સૌથી વધુ પ્રભાવિત તેનાલી રામામાં શારદા નામના રોલથી થઈ હતી. તે રોલથી પોતાના જીવનમાં પણ અનેક ફેરફાર આવ્યા. કેમકે તે રોલ સકારાત્મકતાથી ભરચક હોવાનાં લીધે પ્રિયંવદા પોતાની લાઈફમાં પણ ખૂબ ખુશ અને પોઝિટિવ રહેવા લાગી. કોઈ સારો રોલ જીવનમાં પણ સારો ભાગ ભજવી જાય છે.અત્યારે આ અદાકારા ઈન્ડિપેંડેન્ટ ફિલ્મ પર કામ કરી રહી છે.

સફળ અભિનેત્રી પ્રિયંવદા વધુમાં જણાવે છે કે પ્લાનિંગ કરવાં કરતાં હંમેશા આગળ વધતા જ રહીએ તો બધું સારુ જ થશે. ઘણીવાર કઈ વસ્તુ અચાનક જ મળી જાય તો તેની ખુશી ડબલ થઈ જાય છે. બહુ વિચાર્યા વગર જ, જે કામ ગમે તેમાં સતત આગળ વધતી રહે છું. વધુ પડતું પ્લાનિંગ હંમેશા ઘણું બધું ખરાબ કરી નાખે છે. એટલે જ પોતે જણાવે છે કે મેજીક માટે પણ થોડી જગ્યા છોડવી જોઈએ.

વધુમાં અદાકારા જણાવે છે કે જયારે પણ સમય મળે તો કઈ પણ શીખવું જરૂૂરી છે. જેનાથી આપણું મગજ હંમેશા એકટીવ રહે છે અને ખુશી મળે છે કે કંઈક નવું શીખી શકાય છે, ભલે ગમે તેટલા પણ કામમાં વ્યસ્ત કેમ ના હો. જો મગજને યોગ્ય જગ્યા પર કામે ના લગાડીએ તો કદાચ મગજ નકારાત્મક દિશા પણ પકડી શકે છે. વધુમાં ખૂબ હસતા હસતા પોતે કબૂલ પણ કરે છે કે, મને ખાવાનો ખૂબ શોખ છે, પણ રસોઈ બનાવતા જરાં પણ આવડતું નથી. હા, એક્ટિંગમાં ખાવાનું સારુ બનાવી શકું છું.

આ સફળ અભિનેત્રી એક મસ્ત વાત જણાવે છે કે જરૂૂરી નથી કે મોટા જ સપના જોવા જોઈએ. મને નાના નાના સપના જોવા બહુ ગમે છે. જે હું રોજ પૂરાં પણ કરું છું. જીવનમાં બસ સકારાત્મકતા હોવી જરૂૂરી છે. કોઈપણ સપના પાછળ જો મહેનત કરતાં જ રહેશો તો સફળતા મળે મળે ને મળે જ. ક્યારેક ને ક્યારેક તમારી મહેનત રંગ લાવે જ. તો મહેનત છોડવી જ ના જોઈએ. પોતાની વાત મને ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવતા કહે છે કે પોતાને એક સારો રોલ મળ્યા બાદ, સંઘર્ષમાં વધુ દસ વર્ષ લાગ્યાં, ત્યારે તેનાલી રામા સિરિયલમાં રોલ મળ્યો. તેની પ્રશંસા હજુ પણ મારાં કાનમાં ગુંજે છે.

વધુમાં અભિનેત્રી યુવાનોને સંદેશ આપતાં જણાવે છે કે હું મહિનાભર માટે પણ એકલી રહી શકું છું. ફક્ત હું મારી સાથે જ સમય પસાર કરતી રહુ છું. કોઈ તમને કહે કે, આ તારાથી નહીં થઈ શકે તો એ વાતને ખોટી સાબિત કરવાં માટે તમારી પૂરી તાકાત લગાવી દો. બધું જ શકય છે. પરિપક્વ બનવામાં દુ:ખ જ છે તો હંમેશા તમારી અંદર એક બાળકને જીવતું રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *