અમદાવાદમાં બિલ્ડિંગના 32મા માળે યુવકે ક્રેન સાથે લટકી કર્યો આપઘાત, આખી રાત લાશ લટકતી રહી

  અમદાવાદમાંથી એક હ્ર્દયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટીની સામે આવેલી નિર્માણાધીન બિલ્ડિંગમાં એક યુવકે 32મા માળે આવેલી ક્રેન સાથે…

 

અમદાવાદમાંથી એક હ્ર્દયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટીની સામે આવેલી નિર્માણાધીન બિલ્ડિંગમાં એક યુવકે 32મા માળે આવેલી ક્રેન સાથે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ચોંકાવનારી ઘટના મોડી રાત્રે બની હોવાનું પ્રાથમિક અનુમાન છે, જેના કારણે સવાર સવાર સુધી મૃતદેહ લટકેલી હાલતમાં હતો.

પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના મોડી રાત્રે બની હોવાનું અનુમાન છે. સવારના સમયે આસપાસના લોકો ત્યાં પહોંચ્યા ત્યારે 32મા માળે ક્રેન સાથે યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

મૃતક પ્રીતમસિંહ છેલ્લા કેટલાક સમયથી આ જ સાઇટ પર ક્રેન ઓપરેટર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સોલા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મૃતદેહને નીચે ઉતાર્યો હતો.

સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન. ભૂકણના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિની બોડી લટકતી હોવાનો મેસેજ મળતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *