રાજ્ય પર 4 વરસાદી સિસ્ટમ સક્રિય: 15 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી

  ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ બાદ હવે હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી…

 

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ બાદ હવે હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 12 ઓગસ્ટ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

11 ઓગસ્ટે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

10થી 12 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગર, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

હાલ ગુજરાત પર મોન્સૂન ટ્રફ, લો-પ્રેશર એરિયા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એમ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે. આ ચારેય સિસ્ટમની અસરને કારણે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાને પગલે તંત્રને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *