UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે કે નહીં? નાણામંત્રીએ દૂર કર્યો ભ્રમ

  ભારતમાં લાખો લોકો શાકભાજી ખરીદવાથી લઈને કેબ ભાડા ચૂકવવા સુધી દરેક વસ્તુ માટે UPIનો ઉપયોગ કરે છે. . તાજેતરમાં સંસદમાં રજૂ થયેલા નવા બિલ…

 

ભારતમાં લાખો લોકો શાકભાજી ખરીદવાથી લઈને કેબ ભાડા ચૂકવવા સુધી દરેક વસ્તુ માટે UPIનો ઉપયોગ કરે છે. . તાજેતરમાં સંસદમાં રજૂ થયેલા નવા બિલ પછી એક ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ભવિષ્યમાં UPI પેમેન્ટ કરવા પર ગ્રાહકોને ચાર્જ ચૂકવવો પડશે.જોકે હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સમગ્ર મામલે સ્પષ્ટતા કરીને જણાવ્યું છે કે UPIનો ઉપયોગ કરતા સામાન્ય ગ્રાહકો માટે ટ્રાન્ઝેક્શન પહેલાની જેમ જ સંપૂર્ણપણે મફત રહેશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ અને RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે સામાન્ય ગ્રાહકોને ચિંતા કરવાનું કોઈ કારણ નથી; UPI તેમના માટે મફત રહેશે.

સરકાર અને RBI બંનેએ સ્પષ્ટતા કરી છે કે UPI ચુકવણી માટે સામાન્ય ગ્રાહકો પર કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. તમે પહેલાની જેમ જ કોઈપણ QR કોડ સ્કેન કરીને પૈસા ટ્રાન્સફર કરી શકશો અને મફતમાં ખરીદી કરી શકશો.

નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે MDRની સંભાવના પાછળનો મુખ્ય હેતુ બેંકો અને ફિનટેક કંપનીઓને ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનાવવા માટે સક્ષમ બનાવવાનો છે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં નવી ટેક્નોલોજી, સુરક્ષા વ્યવસ્થા અને નવીનતા માટે સતત રોકાણ જરૂરી છે. જો બેંકો અને પેમેન્ટ સેવા પ્રદાતાઓને જરૂરી આવક મળશે તો તેઓ વધુ સુરક્ષિત અને ઝડપી ડિજિટલ પેમેન્ટ સેવા આપી શકશે, જેનો સીધો લાભ અંતે તમામ UPI વપરાશકર્તાઓને મળશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરતાં નિર્મલા સીતારમણે જણાવ્યું કે MDR લાગુ કરવા અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દે નિર્ણય લેવાની જવાબદારી UPI અને NPCIની સર્વિસીસ સ્ટીયરિંગ કમિટીની રહેશે. એટલે કે હાલમાં MDR લાગુ કરવાનો કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *