સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં વહીવટદાર નીમવા સમિતિની ભલામણ

સૌરાષ્ટ્રની સૌથી મોટી ક્રિકેટ સંસ્થા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં વહીવટ અને બંધારણીય માળખા અંગે ચાલતા કાનુની વિવાદની હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન નિવૃત ન્યાયમૂર્તિ એમ.આર. શાહની અધ્યક્ષતાવાળી તપાસ…

સૌરાષ્ટ્રની સૌથી મોટી ક્રિકેટ સંસ્થા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં વહીવટ અને બંધારણીય માળખા અંગે ચાલતા કાનુની વિવાદની હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન નિવૃત ન્યાયમૂર્તિ એમ.આર. શાહની અધ્યક્ષતાવાળી તપાસ સમિતિએ અહેવાલ સુપ્રત કર્યો હતો. જેમાં સમિતિએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં વહીવટદાર સાથે સંચાલન સમિતિ નિમવા ભલામણ કરતા હાઇકોર્ટે આ કેસની વિશેષ સુનાવણી આગામી તા.11 ઓગસ્ટના રોજ મુકરર કરી છે. સાથો સાથ વહિવટદાર અને ગવનિર્ર્ંગ કમિટી માટે નામો પણ માંગ્યા હતા.

લોઢા કમિટીની ભલમણોના અમલની માંગ અને ગેર વહીવટના આક્ષેપો બાદ હાઇકોર્ટ દ્વારા નિમવામાં આવેલી નિવૃત જસ્ટીસ એમ. આર. શાહ કમિટીએ રાજકોટમાં સરકીટ હાઉસ ખાતે સુનાવણી યોજી તમામ પક્ષકારોને રૂબરૂ સાંભળ્યા હતા અને રજુઆતો તથા રજુ થયેલા પુરાવાઓના આધારે રિપોર્ટ તૈયાર કર્યો હતો.
ન્યાયમૂર્તિ નિર્ઝર દેસાઈની બેન્ચ સમક્ષ આ મામલાની સુનાવણી દરમિયાન નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એમ.આર. શાહની અધ્યક્ષતાવાળી સમિતિનો અહેવાલ રજૂ થયો. આ સમિતિ SCAના કાર્યકાળની તપાસ માટે નિમવામાં આવી હતી.

પેનલે એસોસિએશનના કાર્યોની દેખરેખ માટે એડમિનિસ્ટ્રેટર સાથે ગવર્નિંગ કમિટી નિમવાની ભલામણ કરી છે. SCAના વરિષ્ઠ વકીલે કોર્ટને જણાવ્યું કે કેટલાક સભ્યોએ અસાધારણ સામાન્ય સભા (EGM) માંગી છે. જો 30 દિવસમાં EGM બોલાવવામાં ન આવે તો સભ્યો સ્વતંત્ર રીતે ઠરાવ પસાર કરી શકે છે, તેથી કોર્ટ પાસે ન્યાયિક સ્પષ્ટતાની માંગણી વકીલે કરી છે.હાઈકોર્ટે બંને પક્ષોને એડમિનિસ્ટ્રેટર માટે પરસ્પર સંમત નામો સાથે તૈયાર થઈને આવવા અને આગામી સુનાવણીમાં પેનલની ભલામણો અંગે ચર્ચા કરવા નિર્દેશ આપ્યો. પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશને સમિતિના તારણો અંગે તાત્કાલિક આદેશ માંગ્યા હતા, પરંતુ કોર્ટે વિગતવાર દલીલો અને અંતિમ આદેશ માટે મામલો 11 ઑગસ્ટ સુધી મુલતવી રાખ્યો.

આ કેસ પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશન સહિત જિલ્લા ક્રિકેટ સંસ્થાના આક્ષેપો બાદ ઉદ્ભવ્યો છે કે SCAએ લોઢા કમિટીના સુધારાનો સંપૂર્ણ અમલ કર્યો નથી. અરજદારોએ સભ્યપદ, મતાધિકાર અને નાણાકીય વહીવટમાં અનિયમિતતાના આરોપો પણ લગાવ્યા છે. પહેલાંની કાર્યવાહીમાં એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા અટકી હતી, જ્યારે વહીવટી અડચણ દુર કરવા અને સુધારાની ભલામણ કરવા માટે ન્યાયમૂર્તિ શાહ સમિતિ નિમવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *