બહેને ફોન કરતા મોબાઇલ ‘સ્વીચ ઓફ’ હતો, ઘરે તપાસ કરાવતા ભાઇની લટકતી લાશ મળી
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા પંચાયતમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા રાહુલ રસિકભાઈ પરમારે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાહુલ પરમાર કોડીનારના દક્ષિણામૂર્તિ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને તેઓ બે-ત્રણ મહિના પહેલાં જ તાલુકા પંચાયતમાં ફરજ પર જોડાયા હતા. ઘટનાની જાણ થતાં કોડીનાર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મૂજબ મૃતક રાહુલ પરમારે 5 ઓગષ્ટની રાત્રે આપઘાત કર્યો હતો અને ત્યારથી તેના ફોન રિસીવ થવાના બંધ થઈ ગયા હતા. ત્યારબાદ આજે 6 ઓગષ્ટે સવારથી બપોર સુધી રાહુલ પરમારના ફોનમાં આવેલા એક પણ ફોન રીસીવ થયા ન હતા. જુનાગઢમાં રહેતી તેની બહેને પણ રાહુલને ફોન કરતાં ફોન સ્વિચઓફ આવતો હતો.રાહુલની બહેને કોઈ વ્યક્તિ નો સંપર્ક કરી રાહુલના ઘરે મોકલ્યા હતા તે વ્યક્તિએ મકાનની બારીમાંથી ડોકું કરતા રાહુલની લાશ લટકતી જોવા મળી હતી. આજે 6 ઓગષ્ટે જ્યારે તેના આપઘાતની માહિતી મળી ત્યારે તેનો મૃતદેહ લટકતી અવસ્થામાં મળી આવ્યો હતો અને મૃતદેહ કાળો પડી ગયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, રાહુલ પરમાર તેમની બહેનના વારંવાર ફોન કરવા છતાં જવાબ આપી રહ્યા ન હતા. જેના કારણે બહેને આસપાસના લોકોને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ મકાનની બારીમાંથી અંદર નજર કરતાં રાહુલ પરમાર ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પરિવારજનો જૂનાગઢથી કોડીનાર દોડી આવ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર તેમાં કોમલ નામનો ઉલ્લેખ તેમજ અંગ્રેજીમાં કજ્ઞદય શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, સુસાઇડ નોટની વિગતો અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. પોલીસે નોટને તપાસ માટે કબજે લઈ તેના આધારે તપાસ આગળ ધપાવી છે.
સુસાઇડ નોટમાં રાહુલ પરમારે માતા-પિતા અને ભાઈ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા પોતાની જિંદગી ટૂંકાવા બદલ માફી માંગી હોવાનું જાણવા મળ્યું છે. નોટમાં તેમણે પોતાના જીવનમાં કેટલાક એવા વ્યવહારો અને પરિસ્થિતિઓ હોવાનો ઉલ્લેખ કર્યો છે જે પરિવારને જણાવી શક્યા નહોતા. સાથે જ કજ્ઞદય ુજ્ઞી ળજ્ઞળ, મફમ ફક્ષમ ળુ હજ્ઞદય ઊંજ્ઞળજ્ઞહ જેવા શબ્દો લખાયેલા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે નોટમાં આમાંથી કોઈ ગુનેગાર નથી એવો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક રાહુલ રસિકભાઈ પરમાર મૂળ વંથલી તાલુકાના ઘણફૂલિયા ગામના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને કોડીનાર પોલીસ વ્યક્તિગત, પારિવારિક તેમજ અન્ય તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને સઘન તપાસ ચલાવી રહી છે. પોલીસે સુસાઇડ નોટ સહિતના પુરાવાઓના આધારે ઘટનાના ચોક્કસ કારણો જાણવા તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.
