ફૂટબોલના ચાલુ મેચમાં વીજળી ત્રાટકી, એક ખેલાડીનું મોત, 12 ઘાયલ થયા

થાઈલેન્ડમાં સ્થાનિક ટૂર્નામેન્ટ દરમિયાન ફુટબોલ ગ્રાઉન્ડ પર વીજળી પડતાં એક 24 વર્ષીય થાઈ ફુટબોલરનું મોત થયું છે અને 12 અન્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ…

થાઈલેન્ડમાં સ્થાનિક ટૂર્નામેન્ટ દરમિયાન ફુટબોલ ગ્રાઉન્ડ પર વીજળી પડતાં એક 24 વર્ષીય થાઈ ફુટબોલરનું મોત થયું છે અને 12 અન્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના મંગળવારે બની હતી અને તેનો વિડીયો કેમેરામાં કેદ થઈ ગયો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

’ધ ઈન્ડિપેન્ડેન્ટ’ અનુસાર, આ દુર્ઘટના સુગાઈ ગોલોકમાં Santiphap સ્ટેડિયમ ખાતે SAMCOLTS અને અબી x Nong Sirin વચ્ચે રમાઈ રહેલી ગોલોક FA કપ મેચ દરમિયાન ઘટી હતી. આ ટૂર્નામેન્ટમાં થાઈલેન્ડ અને પાડોશી દેશ મલેશિયાની એમેચ્યોર ફુટબોલ ટીમો ભાગ લઈ રહી છે.

પોલીસે મૃતકની ઓળખ સોફવાન અવે તરીકે કરી છે, જે SAMCOLTS નો વિંગર હતો અને તેણે તાજેતરમાં જ થાઈ થર્ડ ટાયર ક્લબ Yala FC સાથે કરાર કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે મેચ દરમિયાન મેદાન પર વીજળી પડતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના વિડીયોમાં જોઈ શકાય છે કે પીચ પર વીજળી ત્રાટકે છે અને ત્યારબાદ જોરદાર ધમાકો થાય છે. પોલીસે જણાવ્યું કે વીજળી પડવાની આ ઘટનામાં એક મલેશિયન નાગરિક સહિત 12 અન્ય ખેલાડીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે.

તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અધિકારીઓએ ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે વધુ માહિતી જાહેર કરી નથી. આ ઘટનાએ ખુલ્લા મેદાનમાં રમાતી રમતગમતની ઈવેન્ટ્સ દરમિયાન ખરાબ હવામાનથી થતા જોખમો તરફ ફરી એકવાર ધ્યાન દોર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *