મિનિ માથુર બની રિયાલિટી શો ‘અલાયન્સ’ની વિજેતા

ઍક્ટર કુણાલ ખેમુના રિયલિટી શો ’અલાયન્સ’ને એનો પ્રથમ વિજેતા મળી ગયો છે. ટેલિવિઝન હોસ્ટ અને ઍક્ટ્રેસ મિની માથુરે ગ્રેન્ડ ફિનાલેમાં અલી ગોની અને રૂૂહી દોસાણીને…

ઍક્ટર કુણાલ ખેમુના રિયલિટી શો ’અલાયન્સ’ને એનો પ્રથમ વિજેતા મળી ગયો છે. ટેલિવિઝન હોસ્ટ અને ઍક્ટ્રેસ મિની માથુરે ગ્રેન્ડ ફિનાલેમાં અલી ગોની અને રૂૂહી દોસાણીને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. વિજેતા તરીકે મિનીને પચાસ લાખની રોકડ રકમ પણ એનાયત કરવામાં આવી છે. શોમાં વિજેતા બન્યા પછી પોતાની લાગણી જણાવતાં મિનીએ કહ્યું હતું કે ’આ છેલ્લાં 6 અઠવાડિયાંમાં મેં એક આખું જીવન જીવ્યું હોય એવો અનુભવ કર્યો છે.

આ મારો પહેલો રિયલિટી શો હતો. આ પહેલાં મેં ક્યારેય આવા શોમાં ભાગ લેવાનું વિચાર્યું પણ નહોતું. મને રમતગમત અને સ્પર્ધા ગમે છે તેથી મેં હા પાડી હતી અને ખુશ છું કે મારા કેટલાક મિત્રોએ મને આ નિર્ણય લેવા માટે પ્રોત્સાહિત કરી. મને લાગતું હતું કે હું અહીં એક અઠવાડિયાથી વધુ ટકી નહીં શકું, પણ અહીં આવીને મને આ સફર અને તમામ સ્પર્ધકો પ્રત્યે પ્રેમ થઈ ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *