ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો: NHAIને હાઇકોર્ટની ટકોર

  ગુજરાત હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે નેશનલ હાઈવે પર સતત વધી રહેલા અકસ્માતો અને…

 

ગુજરાત હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે નેશનલ હાઈવે પર સતત વધી રહેલા અકસ્માતો અને રખડતા ઢોરના ત્રાસ અંગે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે, NHAI વાહનચાલકો પાસેથી મોટો ટોલ ટેક્સ ઉઘરાવે છે તો તે મુજબની પ્રાથમિક સુવિધાઓ અને સલામતી પણ પૂરી પાડવી જોઈએ.

સુઓમોટો જાહેર હિતની અરજી (PIL) પરની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રસ્તા પરની સલામતી અને ઈમરજન્સી મેડિકલ સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો આપ્યા છે.

નેશનલ હાઈવે પર વધતા અકસ્માતોને લઈ ગુજરાત હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટીને કહ્યું કે NHAI મોટો ટોલ ઉઘરાવે છે તો વ્યવસ્થા પણ એવી આપે. હાઈકોર્ટે દરેક નેશનલ હાઈવે પર ટ્રોમા સેન્ટર ઉભા કરવાની જરૂૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. કોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી અને આંકડાકીય માહિતીને લઈ નારાજગી પણ વ્યક્ત કરી હતી.

હાઈવે ઓથોરિટીએ દાવો કર્યો કે નેશનલ હાઈવે પર પશુ, પ્રાણીઓથી થતા અકસ્માત ઝોન ઓળખી પાડવામાં આવ્યા છે. કોર્ટે હાઈવેની બંને બાજુ ફેન્સિંગ લગાવવા સૂચન કર્યું હતું. પણ સ્થાનિકો વિરોધ કરતા હોવાનું અને પ્રાણીઓથી અકસ્માત થવાના સંભવિત સ્થળે સાંકેતિક બોર્ડ મૂકાઈ રહ્યા હોવાનો હાઈવે ઓથોરિટીએ દાવો કર્યો હતો. રખડતા શ્વાન અને હડકાયા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલમાં રાજ્ય સરકાર તરફથી પણ જવાબ રજૂ કરાયો હતો જેમાં દાવો કર્યો કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 34 જિલ્લામાં કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં 23 એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર કાર્યરત છે. આ સિવાય હજુ વધારાના 29 એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવશે.

ટ્રોમા સેન્ટર બનાવો
હાઈકોર્ટે હાઈવે પર ટ્રોમા સેન્ટર અને ફર્સ્ટ એઇડ સેન્ટરના અભાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. અકસ્માત સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોલ્ડન અવરમાં સારવાર મળવી અનિવાર્ય હોય છે, પરંતુ યોગ્ય વ્યવસ્થાના અભાવે વિલંબ થતાં અનેક લોકો જીવ ગુમાવે છે. કોર્ટે સ્પષ્ટ સૂચન કર્યું છે કે, હવેથી જ્યારે પણ નવા હાઈવેનું નિર્માણ થાય ત્યારે તેની ડિઝાઇનમાં જ ટ્રોમા સેન્ટર અને પ્રાથમિક સારવાર કેન્દ્રોની સુવિધાનો સમાવેશ કરવામાં આવે. રખડતા ઢોર અને શ્વાન કારણે થતા જીવલેણ અકસ્માતો અટકાવવા માટે હાઈકોર્ટે નવા અને હાલના હાઈવેની બંને બાજુ યોગ્ય ફેન્સિંગ લગાવવા પર ભાર મૂક્યો છે. ભૂતકાળમાં આવા બનાવોને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને આવા પ્રાણીઓ હાઈવે પર આવતા રોકવા માટે મજબૂત ફેન્સિંગ અનિવાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *