જીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટના 20 લાખની લાંચ લેવાના ગુનામાં હાઇકોર્ટ દ્વારા જામીન મંજૂર

સેન્ટ્રલ જીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશ કુમારની એસીબી પોલીસ સ્ટેશન, રાજકોટ દ્વારા રૂૂ.20 લાખની લાંચ લેવાના કેસમાં ધરપકડ થયા બાદ આરોપી દ્વારા જામીન ઉપર મુક્ત થવા…

સેન્ટ્રલ જીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશ કુમારની એસીબી પોલીસ સ્ટેશન, રાજકોટ દ્વારા રૂૂ.20 લાખની લાંચ લેવાના કેસમાં ધરપકડ થયા બાદ આરોપી દ્વારા જામીન ઉપર મુક્ત થવા માટે કરેલી અરજીની સુનવણી થતા આરોપીને કડક શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો હુકમ ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા.30/07/2026 ના રોજ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી વર્ષ-1992 થી દુકાન ભાડે રાખી સોના-ચાંદીના દાગીનાનો વેચાણનો વ્યવસાય કરતા હોય તેમજ વર્ષ- 2017માં જીએસટી કચેરીમાંથી જીએસટી રજીસ્ટ્રેશન નંબર મેળવેલ હોય અને સદરહુ દુકાન છેલ્લા ત્રણ વર્ષથી બંધ હોય અને ફરિયાદી ઘરેથી વ્યવસાય કરતા હોય જેઓ વિરુદ્ધ સીજીએસટી કચેરીમાં વેરો ન ભરવા અને ખોટા બિલો બનાવવા અંગે ફરિયાદ આવેલ હોય, જેની તપાસ સીજીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશ કુમારે ફરિયાદી વિરુદ્ધની અરજીની પતાવટ પેટે અરજદાર આરોપીએ ફરિયાદી પાસે રૂૂ.25,00,000/- ની લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂૂ.20,00,000/-ની લાંચ આપવાનું નક્કી થતાં, ફરિયાદી આવી લાંચની રકમ આપવા માગતા ન હોય, ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા, ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન સહ-આરોપી ટેક્ષ એડવોકેટ આકાશ કલોલીયા દ્વારા ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચની હાજરીમાં અરજદાર આરોપી વતી લાંચની રકમ સ્વીકારી સ્થળ પર પકડાઈ જતાં હતા. ત્યારબાદ જામીન ઉપર મુક્ત થવા અરજદાર આરોપી દ્વારા પોતાના વકીલ મારફત ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ.

ઉપરોક્ત જામીન અરજી ચાલવા ઉપર આવતા આરોપીના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે સમગ્ર ટ્રેપ દરમ્યાન અરજદાર આરોપી પાસેથી લાંચની કોઈ જ રકમ રીકવર થયેલ નથી, વધુમાં સમગ્ર ટ્રેપમાં રિકવરી પંચની હાજરી નથી તે ફરિયાદી અને સાહેદોના નિવેદનો પરથી ફલિત થાય છે, આમ કરપ્શન કેસ માટેના જરૂૂરી આવશ્યક તત્વો પ્રસ્તુત ગુન્હામાં ફલિત થતાં નથી. ઉપરોક્ત બંન્ને પક્ષોની દલીલોના અંતે બચાવપક્ષની દલીલોને માન્ય રાખીને અને જામીન એ નિયમ અને જેલ એ અપવાદ ના સિદ્ધાંતને ધ્યાને રાખીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરજદાર આરોપીને કડક શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો હુકમ તા.30/07/2026 ના રોજ ફરમાવવામાં આવેલ છે. ઉપરોક્ત કેસમાં અરજદાર આરોપી વતી ગુજરાત હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ એન. મહેતા તથા જયદીપ એમ. કુકડિયા રોકાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *