પાંચ દાયકા બાદ બ્રાઝિલની નેશનલ ટીમના ફૂટબોલર કોલકાતામાં રમશે

બ્રાઝિલના મહાન ખેલાડી પેલે ભારત આવ્યા હતા એના પાંચ દાયકા બાદ ફરી એક વખત બ્રાઝિલની નેશનલ ટીમના ખેલાડીઓ ભારત આવશે. આઇકોનિક યલો જર્સીમાં સજ્જ બ્રાઝિલના…

બ્રાઝિલના મહાન ખેલાડી પેલે ભારત આવ્યા હતા એના પાંચ દાયકા બાદ ફરી એક વખત બ્રાઝિલની નેશનલ ટીમના ખેલાડીઓ ભારત આવશે. આઇકોનિક યલો જર્સીમાં સજ્જ બ્રાઝિલના ખેલાડીઓની આગામી ત્રીજી ઑક્ટોબરે ‘સિટી ઑફ જોય’ તરીકે જાણીતા કોલકાતા શહેરના સોલ્ટ લેક સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડ્લી મેચ રમાશે. જોકે એ ઐતિહાસિક મેચ માટેની ટિકિટનો ભાવ ઊંચો રહેશે એવી પાક્કી સંભાવના હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

ગત વર્ષે બોબ મેસી કલકત્તા આવ્યો ત્યારે સોલ્ટ લેક સ્ટેડિયમમાં જોવા માટે 25000 ની ટિકિટ વેચાણી હતી.ત્યારે આ મેચ માટે ટિકિટનો ભાવ શું હશે તે વિચારવાનું રહ્યું. બ્રાઝિલ પાંચ વખત વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે. ભારત આવનારી બ્રાઝિલની ટીમમાં કેપ્ટન માર્ક્ધિયોસ, કેસમિરો, મેથ્યૂઝ કુન્હા, એન્ડ્રિક, ગેબ્રિયલ મેગલહેસનો વગેરેનો સમાવેશ હશે. વિનિસિયસ જુનિયરના આવવાની પણ સંભાવના છે.

નેમાર હવે નિવૃત્ત થઈ ગયો છે. બ્રાઝિલની રાષ્ટ્રીય ટીમના તમામ મુખ્ય ખેલાડીઓ (જો કોઈને ઈજા નહીં થાય તો) ભારત આવશે. પાંચ દાયકા પહેલાં બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલે પોતાના દેશની ટીમ સાથે ભારત આવ્યા હતા અને એ ટીમ સામે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં મોહન બગાનની ટીમનો ફ્રેન્ડલી મેચમાં મુકાબલો થયો હતો.

ભારતીય ફૂટબોલરને થોડા મહિનાઓથી વિશ્વના જાણીતા ફૂટબોલ રાષ્ટ્રો (કેનેડા, જમૈકા, ઝિમ્બાબ્વે) સામે રમવાનો મોકો મળ્યો છે અને હવે બ્રાઝિલની ટીમ પણ ઑક્ટોબરમાં ભારત આવવાની છે એ જોતાં નજીકના ભવિષ્યમાં 2022ના વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાની ટીમ પર ભારત આવશે એ નકારી ન શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *