મેંદીથી બનાવેલ જગન્નાથજીના પેઇન્ટિંગને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

મધ્ય પ્રદેશના નીમચ જિલ્લામાં જાવદ ગામની અંજલિ ચૌહાણ નામની મેંદી આર્ટિસ્ટે મેંદીથી એક પેઇન્ટિંગ બનાવ્યું છે જેને બુક્સ ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે. પાંચ…

મધ્ય પ્રદેશના નીમચ જિલ્લામાં જાવદ ગામની અંજલિ ચૌહાણ નામની મેંદી આર્ટિસ્ટે મેંદીથી એક પેઇન્ટિંગ બનાવ્યું છે જેને બુક્સ ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે. પાંચ ફુટ બાય પાંચ ફુટના આ પેઇન્ટિંગ માટે અંજલિને 10 દિવસ લાગ્યા હતા. આ માટે તેણે 700 ગ્રામ મેંદી વાપરી હતી. મેંદીની સાથે એમાં ખાંડ અને ફેવિકોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એને કારણે કોન દ્વારા બનેલી ડિઝાઇન કેન્વસ પર બરાબર ચોંટી ગઈ હતી અને મેંદી સુકાયા પછી પણ એની પપડી ખરી ન પડે એ માટે મેંદી સુકાયા બાદ એની પર પાતળી ફેવિકોલની પરત લગાવવામાં આવી હતી.

ભગવાન જગન્નાથજીની યાત્રા એ નિમિત્તે તેણે આ પેઇન્ટિંગ બનાવવાની શરૂૂઆત કરી હતી. સોશ્યલ મીડિયામાં આ પેઇન્ટિંગ વાઇરલ થયું હતું અને બુક્સ ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં એને સ્થાન મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *