પેપર લીકને રોકવા માટે સરકારના કાર્ય યોજના અંગેના તેમના ઇન્સ્ટાગ્રામ વિડીયો પર મળેલા “સકારાત્મક પ્રતિભાવ” માટે ઙખ નરેન્દ્ર મોદીએ “યુવાનો” પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. ઙખ મોદીએ 24 જુલાઈના રોજ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં યુવાનોનો તેમના રચનાત્મક સૂચનો બદલ આભાર માન્યો હતો.
વિડીયોમાં, PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “આભાર મિત્રો; ગઈકાલે મોડી રાત્રે મને તમારી સાથે જોડાવાનો મોકો મળ્યો. તમે જે રીતે મેં પોસ્ટ કરેલા વિડીયોનો પ્રતિભાવ આપ્યો અને સકારાત્મક સૂચનો આપ્યા… દરેકનો આભાર. આ સ્નેહ જળવાઈ રહે; અમારું બંધન વધુ મજબૂત થતું રહેશે.આભાર, આભાર મિત્રો.”
PM મોદીએ આ મુદ્દા સામે દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ વચ્ચે પેપર લીકના કેસ અંગે વધુ કાર્યવાહીનું વચન આપ્યું હતું. જો કે સોશિયલ મીડિયામાં કોમેન્ટનો મારો થયો હતો. એકે લખ્યું, મોદીજી મિત્રોંમાંતી ફ્રેન્ડસમાં આવ્યા ગુરુવારે રાત્રે પ્રકાશિત થયેલા ઇન્સ્ટાગ્રામ વિડીયોમાં, વડા પ્રધાન મોદીએ કહ્યું, “મિત્રો, હું જાણું છું કે પેપર લીક કોઈ સામાન્ય ઘટના નથી. તે લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે ખૂબ જ દુ:ખદ છે. તેથી જ છેલ્લા અઢી મહિનામાં અનેક પગલાં લેવામાં આવ્યા છે.”
