મોરબીમાં રાજીનામાના હાકલા પડકારા બાદ ભાજપ કાર્યાલયે મહિલા કોર્પોરેટરનો યુટર્ન

મોરબીના વોર્ડ નં. 2 માં રોડ રસ્તાની હાલત અતિદાયનીય છે અને સ્ટ્રીટ લાઈટો બંધ સહિતની સમસ્યાઓથી લોકો ઘેરાયેલા છે જેથી સ્થાનિક કોર્પોરેટરને લોકો દ્વારા રજૂઆત…

મોરબીના વોર્ડ નં. 2 માં રોડ રસ્તાની હાલત અતિદાયનીય છે અને સ્ટ્રીટ લાઈટો બંધ સહિતની સમસ્યાઓથી લોકો ઘેરાયેલા છે જેથી સ્થાનિક કોર્પોરેટરને લોકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે તેના આધારે કોર્પોરેટર દ્વારા પદાધિકારીએ અને અધિકારીને કામ કરવા માટે કહેવામા આવે તો કામ કરવામાં આવતું નથી અને તેઓના ફોન પણ ઉપાડવામાં આવતા નથી જેથી નારાજ થયેલ ભાજપના મહિલા કોર્પોરેટર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખને પોતાના કોર્પોરેટર પદ ઉપરથી રાજીનામું આપવા માટે થઈને પહોંચ્યા હતા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તેઓના વિસ્તારની અંદર પણ ચોમાસા પછી વિકાસના કામોને વેગ આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી જેથી હાલમાં મહિલા કોર્પોરેટરે રાજીનામું આપ્યું નથી પરંતુ ચોમાસા પછી કામ નહીં થાય તો રાજીનામું આપશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

ભાજપમાંથી ચૂંટાયેલા વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર સીતાબેન પરબતભાઈ હુંબલ દ્વારા અવારનવાર મહાપાલિકાના મેયર, કમિશનર અને સંબંધિત વિભાગના અધિકારીને લોકોની ફરિયાદ આધારે રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ તેઓના કામ કરવામાં આવતા નથી. તેવો આક્ષેપ કર્યો હતો. નારાજ થયેલા મહિલા કોર્પોરેટર સીતાબેન પોતાનું લેખિત રાજીનામું લઈને મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા પાસે પહોંચ્યા હતા અને તેઓના કામ થતા નથી અને પદાધિકારીએ કે અધિકારી તેઓના ફોન ઉપાડતા નથી જેથી તેઓ પોતાના કોર્પોરેટર પદ ઉપરથી રાજીનામુ આપવા આવ્યા છે તેવું જણાવ્યું હતું ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટએ તેઓની રજૂઆત સાંભળીને સંબંધિત વિભાગના અધિકારીઓને વોર્ડ નં. 2 ની વરસાદની સ્થિતિ વચ્ચે લોકો ચાલી શકે તે માટે રોડની જરૂૂરી કાર્યવાહી તાત્કાલિક કરવા માટેની સૂચના આપી હતી. વોર્ડમાં રોડ રસ્તા, લાઈટ, પાણીના કામ ઝડપથી કરવામાં આવશે. જેથી હાલમાં મહિલા કોર્પોરેટર દ્વારા રાજીનામું અપાયું નથી પરંતુ જો ચોમાસા પછી તેઓના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામ નહીં કરવામાં આવે તો તેઓ પોતાના કોર્પોરેટર પદ ઉપરથી રાજીનામું આપશે તેવી સીતાબેન હુંબલ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *