પેપર લીકનો કાયદો કડક કર્યો એ ઠીક, પણ જરૂર છે ફુલપ્રૂફ સિસ્ટમની

મેડિકલ કોલેજમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન ગઊઊઝનું પેપર ફૂટી ગયું તેની સામે શરૂૂ થયેલા આંદોલન સામે અંતે કેન્દ્રની…

મેડિકલ કોલેજમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન ગઊઊઝનું પેપર ફૂટી ગયું તેની સામે શરૂૂ થયેલા આંદોલન સામે અંતે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઝૂકવું પડયું છે. મોદી સરકારે પડ્યા પછીય ટંગડી ઊંચી રાખવા માટે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી હજુ સ્વીકારી નથી પણ સોનમ વાંગચૂકને પારણાં કરાવવાં પડ્યાં ને પેપર લીક કેસમાં આકરી સજા કરાવવા માટે હજુ બે વર્ષ પહેલાં જ બનાવેલા કાયદામાં સુધારો કરવાની તૈયારી બતાવવી પડી છે.

સૌથી મોટી વાત એ છે કે, વીસ દિવસથી ચાલતા આંદોલન અંગે એક હરફ પણ નહીં ઉચ્ચારનારા આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મધરાતે વીડિયો મેસેજ મૂકીને વિદ્યાર્થીઓને ખાતરી આપવી પડી કે, પેપર લીકના કેસમાં હવે એકદમ ઝડપથી કાર્યવાહી કરાશે, કેસ ચલાવવા માટે ફાસ્ટ ટ્રેક અદાલતો બનાવાશે અને કાયદામાં સુધારો કરાવીને આકરી સજાની જોગવાઈઓ સાથેનો નવો કાયદો અમલી બનાવાશે. કલાકોમાં 2024ના કાયદામાં સુધારાની જોગવાઈઓ પણ તૈયાર થઈ ગઈ ને શુક્રવારે પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રીવેન્શન ઓફ અનફેયર મીન્સ) એક્ટ, 2024માં સુધારાના મુસદ્દાને કેબિનેટે મંજૂરી પણ આપી દીધી.

દિલ્હીમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ પણ સ્થપાઈ ગઈ ને પેપર લીક કેસનો ત્રણ મહિનામાં નિકાલ લાવવાનું ફરમાન પણ બહાર પાડી દેવાયું. કાયદામાં સુધારાનો ખરડો સોમવારે સંસદમાં રજૂ કરવાનો નિર્ણય પણ લેવાઈ ગયો છે એ જોતાં સરકાર અચાનક જ અકલ્પનિય સ્ફૂર્તિથી વર્તી રહી છે એ સ્પષ્ટ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ઘાંઘી થઈ ગઈ છે ને કોઈ પણ રીતે જેન-ઝીને રાજી કરીને આંદોલનનો સંકેલો કરાવવા માગે છે. મોદી સરકાર કાયદામાં સુધારો કરીને પેપર લીક થતાં રોકી શકશે કે કેમ તેમાં શંકા છે કેમ કે કાયદો તો અત્યારે છે જ પણ છતાં પેપર લીક થાય જ છે. 2024માં નીટનું પેપર લીક થયું એ પહેલાં જ મોદી સરકારે પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ 2024 બનાવી નાંખેલો.

મે મહિનામાં પેપર લીક થયું જ્યારે ફેબ્રુઆરીમાં સંસદ દ્વારા ખરડો પસાર કરી દેવામાં આવ્યો હતો. એ છતાં પેપર ફૂટી ગયું એટલે મોદી સરકારે જાહેરનામું બહાર પાડીને પાછલી અસરથી એટલે કે 21 જૂન, 2024થી તેનો અમલ શરૂૂ કરી દીધો હતો. હવે પેપર લીકને ઘોર પાપ ગણાવવું પડે છે, અક્ષમ્ય અપરાધ કહેવો પડે છે, અડધી રાત્રે મોદી સાહેબે વીડિયો મેસેજ મૂકવો પડે છે, યુવાનોને ફ્રેન્ડ્ઝ કહીને સંબોધવા પડે છે એ શું બતાવે છે ? સોનમ વાંગચૂકે 26 દિવસ પહેલાં ઉપવાસ શરૂૂ કરેલા ને સરકારમાં બેઠેલાં લોકોને વાંગચુક જીવે છે કે મરે છે તેની જ પડી નહોતી ને હવે અડધી રાત્રે મંત્રીઓને દોડાવીને વાંગચૂકને જ્યુસ પિવડાવીને પારણાં કરાવવાં પડે છે એ શું સૂચવે છે ? એ જ કે જનતા સર્વોપરિ છે ને જનતાની આંખ ફરે છે ત્યારે ભલભલાની છપ્પનની છાતી સંકોચાઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *