12 વર્ષમાં ઓએનજીસીનું સંઘ સાથે જોડાયેલી 20 સંસ્થાઓને 671 કરોડનું દાન: ભારે ચકચાર

ભારતના સૌથી મોટા જાહેર ક્ષેત્રના સાહસોમાંના એક, રાજ્ય માલિકીની ઉર્જા કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) લિમિટેડે 2013 થી 2025 દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ…

ભારતના સૌથી મોટા જાહેર ક્ષેત્રના સાહસોમાંના એક, રાજ્ય માલિકીની ઉર્જા કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) લિમિટેડે 2013 થી 2025 દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલી 20 સંસ્થાઓને કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) ભંડોળમાં લગભગ 671 કરોડ રૂૂપિયાનું દાન આપ્યું હતું.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ONGC એ 12 વર્ષના સમયગાળા દરમિયાન આ સંસ્થાઓને કુલ 670.97 કરોડ રૂૂપિયાનું દાન આપ્યું છે. આ યોગદાન ONGCના CSR કાર્યક્રમ હેઠળ આપવામાં આવ્યું હતું, જેના દ્વારા કંપની વાર્ષિક ધોરણે દેશભરમાં સામાજિક કલ્યાણ, શિક્ષણ, આરોગ્યસંભાળ અને સમુદાય વિકાસ પહેલ માટે નોંધપાત્ર ભંડોળ ફાળવે છે.

એક પોર્ટલ દ્વારા ટાંકવામાં આવેલા ONGCના CSR વાર્ષિક અહેવાલો અનુસાર, ઙજઞ એ 2015 ના પ્રથમ ત્રિમાસિક ગાળાથી 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતભરમાં 2,000 સંસ્થાઓ અને પ્રોજેક્ટ્સને CSR દ્વારા રૂૂ. 4,531 કરોડનું દાન આપ્યું હતું. આમાંથી, લગભગ રૂૂ. 668 કરોડ – કુલ રકમના આશરે 14.7 ટકા – RSS સાથે જોડાયેલા 20 સંગઠનોને ગયા હોવાનું કહેવાય છે.

અહેવાલમાં આ સંસ્થાઓને ત્રણ જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવી છે કે RSS સાથે સીધી રીતે જોડાયેલી નવ સંસ્થાઓ, સંઘ સાથે સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા સ્થાપિત અથવા સંચાલિત નવ સંસ્થાઓ, અને બે જેણે સંસ્થા સાથે ગાઢ સહયોગ કર્યો છે.

સૌથી મોટા પ્રાપ્તકર્તાઓમાં સ્વર્ગદેવ સિઉ-કા-ફા હોસ્પિટલ હતી, જે આસામના શિવસાગર જિલ્લામાં 300-બેડવાળી મલ્ટી-સ્પેશિયાલિટી હેલ્થકેર સુવિધા છે. આ હોસ્પિટલનું સંચાલન ONGC અને ઔરંગાબાદ સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર વૈદ્યકિય પ્રતિષ્ઠાન (ઇઅટઙ) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે, જે તેના સાહિત્યમાં પોતાને RSS વિચારધારાથી પ્રેરિત ગણાવે છે.

આ ખુલાસા બાદ એક મોટો વિવાદ ફાટી નીકળ્યો છે.કર્ણાટક કોંગ્રેસના નેતા બી.કે. હરિપ્રસાદે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે કથિત રીતે જોડાયેલા સંગઠનોને ONGC ના CSR ભંડોળની ફાળવણી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે જાહેર સંસાધનોના ઉપયોગમાં વધુ પારદર્શિતા અને જવાબદારીની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *