ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને પોલીસ લઈ ગઈ હોસ્પિટલ, સમર્થકોમાં ભારે રોષ

  દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને લઈને મોટી ખબર સામે આવી છે. આજે સવારે મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ…

 

દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને લઈને મોટી ખબર સામે આવી છે. આજે સવારે મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ જંતર-મંતર કહતે પહોંચી હતી. અને સોનમ વાંગચુકને ત્યાંથી લઈ ગઈ હતી. પ્રદર્શનકારીઓએ પોલીસનો વિરોધ કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવ્યા.

સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલની બહાર ભારે પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. વાંગચુક 28 જૂનથી ભૂખ હડતાળ પર છે, NEET જેવી મુખ્ય પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓને અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને ઉપવાસ કરી રહ્યા છે.

 

સફદરજંગ હોસ્પિટલે અહેવાલ આપ્યો છે કે લાંબા ઉપવાસ અને ડિહાઇડ્રેશનને કારણે સોનમ વાંગચુકમાં નબળાઈ આવી છે. જોકે તેમની સ્થિતિ હાલમાં સ્થિર છે. સતત દેખરેખ અને તબીબી સારવાર જરૂરી છે.

સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ જે. આંગમોએ કહ્યું- હું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં છું, જ્યાં સોનમ દાખલ છે. મારી, તેમના પરિવાર અને છેલ્લા 20 દિવસથી તેમના સ્વાસ્થ્યની સંભાળ કરી રહેલા ડોકટરોની સંમતિ વિના તેમને ન તો મોઢેથી કંઈ આપવામાં આવે અને ન તો કોઈ દવા કે પ્રવાહી આપવામાં આવે.

અભિજીત દીપકે જણાવ્યું, હું આજે મારી ભૂખ હડતાળ શરૂ કરી રહ્યો છું. સંસદ તરફની અમારી કૂચ 20 જુલાઈના રોજ નિર્ધારિત છે અને તેની સાથે સાથે મારી ભૂખ હડતાળ પણ ચાલુ રહેશે. તેઓ માને છે કે સોનમ સરને અહીંથી હટાવીને અને અટકાયતમાં લઈને આ આંદોલન ખતમ થઈ જશે, પરંતુ તેમ થશે નહીં. આ આંદોલન ચાલુ રહેશે.

દિલ્હી પોલીસનું કહેવું છે કે, કોર્ટના આદેશો અને તબીબી નિષ્ણાતોની સલાહ અનુસાર – અને સોનમ વાંગચુકની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને – તેમને જરૂરી તબીબી સંભાળ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *