આવતીકાલથી ડેલ્ટા એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો અવકાશી નજારો

દુનિયાભરમાં લોકોએ મેં માસમાં ઈટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. 60 દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કા વર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં આજથી 18…

દુનિયાભરમાં લોકોએ મેં માસમાં ઈટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. 60 દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કા વર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં આજથી 18 મી જુલાઈ થી 21 મી ઓગસ્ટ સુધી ડેલ્ટ-એકવેરિડ્સ ઉલ્કા વર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી પૂર્ણ કરી દીધી છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કા વર્ષાના અદ્દભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. વરસાદી વાદળા હશે ત્યાં જોવા મળશે નહિ, સ્વચ્છ આકાશમાં જોવા મળશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે મધ્યરાત્રિ બાદ ડેલ્ટાએકવેરીડ્સ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. જુલાઈ તા. 29, 30 અને તા. 31 ના રોજ તથા ઓગસ્ટના અમુક દિવસોમાં આકાશમાં ઉલ્કા વર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના 15 થી 20 અને વધુમાં વધુ વિદેશમાં 50 ઉલ્કા વર્ષા જોવા મળશે. આકાશમાં ઉલ્કા જોવા મળશે. ઉલ્કા આકાશમાં જ એક-બે સેક્ધડમાં બળીને રાખ થઈ જાય છે.

વધુમાં પંડયાએ જણાવ્યું કે ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષાની મહત્તમ દિવસ ચાર થી પાંચ હોય છે. મોડી રાતથી પરોઢ સુધી સ્વચ્છ આકાશમાં ઉલ્કા વર્ષા જોઈ શકાય છે. જુલાઈના અંતથી ઓગસ્ટના અમુક દિવસો સુધી ક્રમશ: ઉલ્કા જોઈ શકાશે, નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કા વર્ષા વર્ષ દરમ્યાન 10થી 12 વખત અને વધુમાં વધુ 5 વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કા વર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરભંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. ઘૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે તેમાંથી વિસર્જીત થયેલા પદર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે.

જાથાનો પ્રયાસ લોકોને આકાશ તરફ નજર કરતા થાય. ખગોળીય ઘટનાનો અહેસાસ કરવા માનસમાં વાત મુકવી જેથી અવકાશી ઘટના તરફ લાવવા માટે રાજયભરમાં આયોજન જિલ્લા મથકોમાં અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, બોટાદ, ભાવનગર, ગિર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવીભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ-ભુજ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂૂચ, અંકલેશ્વર, વડોદરા, નડીયાદ, આણંદ, ખેડા, તાપી, વ્યારા, ડાંગ-આહવા, દાહોદ, મહીસાગર, ગોધરા, નર્મદા, છોટા ઉદયપુર, અરવલ્લી સહિત નજારો જોવા સંબંધી અભિયાન ચાલી રહ્યું છે.

ઉલ્કા વર્ષા નજારા માટે વ્યવસ્થામાં અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, નિર્ભય જોશી, રાજુ યાદવ, અમિત ડાભી, હર્ષાબેન પંડયા એડવોકેટ, ભાનુબેન શેઠીયા, ભક્તિબેન રાજગોર, એડવોકેટ ભાવનાબેન વાઘેલા સહિત કાર્યકરો કરી રહ્યા છે. વિશેષ માહિતી માટે મો. 9852 16689 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *