IT કંપનીઓમાં જોરદાર ખરીદીના પગલે શેરબજારમાં તેજીનો કરન્ટ

શેર બજારમાં આજે ફરી શાનદાર તેજી સાથે શરૂૂઆત થઈ હતી. નીતિ તેમજ સેન્સેક્સના મોટાભાગના શહેરમાં સવારથી જોરદાર ખરીદીના પગલે શેરબજારમાં સેન્સેક્સ મા 725 ની તેજી…

શેર બજારમાં આજે ફરી શાનદાર તેજી સાથે શરૂૂઆત થઈ હતી. નીતિ તેમજ સેન્સેક્સના મોટાભાગના શહેરમાં સવારથી જોરદાર ખરીદીના પગલે શેરબજારમાં સેન્સેક્સ મા 725 ની તેજી જોવા મળી રહી છે જ્યારે નિફ્ટી પણ 200 પોઇન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે.

છેલા ત્રણ દિવસથી આઈ ટી કંપનીના શેરો ફરી એકવાર વધ્યા છે. આ તેજીના પગલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સલગ્ન તમામ શહેરોમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે ભારતની મુખ્ય કંપનીમાં ઇન્ફોસીસ ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, કોફોર્જ, એચ સી એલ સહિતની કંપનીના શેરોમાં તેજી જોવા મળતા સેન્સેક્સ અને નિફ્ટી ને મોટો સહારો મળ્યો છે.આ ઉપરાંત જિયો ફાઇનાન્સ સર્વિસના પણ પોઝિટિવ પરિણામોની સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આગામી પરિણામો પોઝિટિવ આવવાના સંકેતોને કારણે બજારને નવું બુસ્ટ મળ્યું છે. સેન્સેકસ 725 પોઇન્ટ વધીને હાલ 77920 ઉપર જોવા મળી રહ્યો છે. નિફ્ટી 200 અંક વધીને 24275 પર પહોંચ્યો છે.બેંક નિફ્ટી પણ 475 પોઇન્ટ વધી છે.

બીજી બાજુ સોના ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે છેલ્લા 24 કલાકમાં ચાંદીના ભાવમાં 7000 રૂૂપિયા તૂટી જતા ચાંદીનો ભાવ હાલ વાયદા બજારમાં ₹2,13,980 જોવા મળી રહ્યો છે.આજેપણ ચાંદીમાં વધુ 1500 તૂટ્યા છે. જ્યારે સોનામાં પણ 24 કલાકમાં 2500 ઘટી જતા વાયદા બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામનો 1,39,900 જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *