ગુજરાત યુથ કોંગ્રેસ એક્શનમાં, 30 જિલ્લાધ્યક્ષો સહિત 56 પદાધિકારીઓને કારણદર્શક નોટિસ

આગામી રાજકીય પડકારોને ધ્યાનમાં રાખીને ગુજરાત યુથ કોંગ્રેસે સંગઠનને વધુ સક્રિય બનાવવા કડક પગલું ભર્યું છે. યુથ કોંગ્રેસના રાજ્ય પ્રભારી નિખિલ દ્વિવેદીએ લાંબા સમયથી સંગઠનાત્મક…

આગામી રાજકીય પડકારોને ધ્યાનમાં રાખીને ગુજરાત યુથ કોંગ્રેસે સંગઠનને વધુ સક્રિય બનાવવા કડક પગલું ભર્યું છે. યુથ કોંગ્રેસના રાજ્ય પ્રભારી નિખિલ દ્વિવેદીએ લાંબા સમયથી સંગઠનાત્મક કામગીરીમાં નિષ્ક્રિય રહેલા કુલ 56 પદાધિકારીઓને કારણદર્શક (શો-કોઝ) નોટિસ પાઠવી છે. તેમાં 30 જિલ્લાધ્યક્ષો અને 26 પ્રદેશ સ્તરના પદાધિકારીઓનો સમાવેશ થાય છે.

સંબંધિત પદાધિકારીઓને તેમના કાર્યકાળ દરમિયાન કરેલી કામગીરી, સંગઠનાત્મક પ્રવૃત્તિઓ અને જનઆંદોલનોમાં ભાગીદારી અંગે વિગતવાર ખુલાસો રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. નિર્ધારિત સમયમર્યાદામાં સંતોષકારક જવાબ નહીં મળે તો સંગઠનના નિયમો મુજબ શિસ્તભંગના પગલાં લેવામાં આવી શકે છે.

નિખિલ દ્વિવેદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સંગઠનમાં માત્ર હોદ્દો ધરાવવો પૂરતો નથી. પદાધિકારીઓએ જનતાના પ્રશ્નો માટે મેદાનમાં સક્રિય રહેવું, કાર્યક્રમોનું આયોજન કરવું અને સંગઠનને મજબૂત બનાવવામાં સતત યોગદાન આપવું જરૂૂરી છે.તેમણે જણાવ્યું કે નિષ્ક્રિયતા હવે કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં અને જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

યુથ કોંગ્રેસના આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ સંગઠનમાં સક્રિય અને સમર્પિત કાર્યકરોને આગળ લાવવાનો છે. નેતૃત્વનો સ્પષ્ટ સંદેશ છે કે જે કાર્યકરો મેદાનમાં કામ કરશે અને લોકોના પ્રશ્નો માટે સતત સંઘર્ષ કરશે, તેમને જ આગામી સમયમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ આપવામાં આવશે. રાજ્યમાં આગામી ચૂંટણી અને રાજકીય કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને યુથ કોંગ્રેસ સંગઠનને વધુ ગતિશીલ અને આક્રમક બનાવવા પ્રયાસ કરી રહી છે. આ કાર્યવાહીને સંગઠનના પુનર્ગઠનના ભાગરૂૂપે જોવામાં આવી રહી છે. રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં વધુ સંગઠનાત્મક ફેરફારો પણ જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *