ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા પંચ-મહાતીર્થ દર્શન યાત્રાનું આયોજન

મુસાફરોને પુરી, કામાખ્યા મંદિર, ગયા, વારાણસી અને અયોધ્યાના દર્શનનો લાભ મળશે: રજિસ્ટ્રેશન શરૂ ભારતીય રેલ્વે અને irctc દ્વારા ’એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના…

મુસાફરોને પુરી, કામાખ્યા મંદિર, ગયા, વારાણસી અને અયોધ્યાના દર્શનનો લાભ મળશે: રજિસ્ટ્રેશન શરૂ

ભારતીય રેલ્વે અને irctc દ્વારા ’એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ અંતર્ગત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા પુરી, કામાખ્યા મંદિર, ગયા,વારાણસી, અયોધ્યા પંચ મહાતીર્થ દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યાત્રા અંગે માહિતી આપતાં, irctc પશ્ચિમ ઝોન અમદાવાદના રીજનલ મેનેજરે જણાવ્યું છે કે, 13 દિવસીય તીર્થ યાત્રા ભારત ગૌરવ ટ્રેન તા. 29.08.2026 ના રોજ રાજકોટથી પ્રસ્થાન કરશે. આ ટ્રેનમાં રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામનગરથી યાત્રિકો જોડાઈ શકશે. ગુજરાત અને મધ્ય ભારતને આવરી લેતી 13 દિવસની આ યાત્રા 29 ઓગસ્ટ 2026થી ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન હેઠળ શરૂૂ થશે અને 10 સપ્ટેમ્બર,2026 ના રોજ પૂર્ણ થશે.

irctc ના મેનેજરે જણાવ્યું છે કે, મુસાફરોને ભજન કીર્તન અને મુસાફરીની માહિતી આપવા માટે ટ્રેનમાં ઈન્ફોટેઈન્મેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. આ ટૂર પેકેજની કિંમતમાં, irctc મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત આધુનિક કિચન કાર દ્વારા મુસાફરોને તેમની સીટ પર જ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે, બસ દ્વારા પ્રવાસ સ્થળોની મુલાકાત, બજેટ હોટેલમાં રહેવાની વ્યવસ્થા, માર્ગદર્શિકા અને અકસ્માત વીમો વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડશે.

આ અંતર્ગત, પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ઈકોનોમી ક્લાસ (સ્લીપર) માટે રૂૂ. 24,200, સ્ટાન્ડર્ડ ક્લાસ -3AC માટે રૂૂ. 40,100 અને સ્ટાન્ડર્ડ ક્લાસ – 2AC માટે રૂૂ. 49,500 ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં irctc દ્વારા LTC સુવિધા પણ આપવામાં આવી રહી છે. irctc દ્વારા શરૂૂ કરવામાં આવેલ ટૂર પેકેજમાં બુકિંગ શરૂૂ થઈ ગયું છે, irctc ની વેબસાઇટ (www. irctc tourism.com) પર લોગીન કરી ઓનલાઈન ટૂર પેકેજ બુક કરી શકાશે.

આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે irctcની ઓફિસ 502, 5મો માળ, પેલિકન બિલ્ડીંગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, આશ્રમ રોડ, અમદાવાદ-380009 અથવા આઈ.આર.સી.ટી. સી સુવિધા કેન્દ્ર, પ્લેટફોર્મ નં. 1, વડોદરા રેલવે સ્ટેશનમા સંપર્ક કરી શકો છો. રસ ધરાવતા પ્રવાસીઓ ટુર પ્રોગ્રામ માટે WhatsApp અથવા roadiirctcપર ઇ-મેઇલ કરી શકશે.

ટુર પ્રોગ્રામની વધુ માહિતી અને બુકિંગ માટે શભિભિંની રાજકોટ કચેરીમાં 9321901851 અને 9321901852, અમદાવાદ કચેરીમાં 93219 01849, 93219 01851 અને 93219 01852, વડોદરા કચેરીમાં 70210 90837 તેમજ સુરત કચેરીમાં 70210 90498 નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *