‘જુરાસિક પાર્ક’ એક્ટર સેમ નીલનું નિધન

ન્યૂઝીલેન્ડનાં સૌથી ફેમસ એક્ટર સેમ નીલનું સિડનીમાં 78 વર્ષની ઉંમરે નિધન થયું છે. નીલ બ્લડ કેન્સરનાં એક રેર અને એગ્રેસિવ ટાઈપથી પીડિત હતા. એપ્રિલ મહિનામાં…

ન્યૂઝીલેન્ડનાં સૌથી ફેમસ એક્ટર સેમ નીલનું સિડનીમાં 78 વર્ષની ઉંમરે નિધન થયું છે. નીલ બ્લડ કેન્સરનાં એક રેર અને એગ્રેસિવ ટાઈપથી પીડિત હતા. એપ્રિલ મહિનામાં જણાવ્યું હતું તે કેન્સરથી મુક્ત થઈ ગયા છે. ન્યૂઝીલેન્ડનાં વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન એન્થની અલ્બનીઝે ’જુરાસિક પાર્ક’ અને ’પીકી બ્લાઈંડર્સ’માં દમદાર એક્ટિંગ કરીને દર્શકોનું દિલ જીતી લેનાર એક્ટરનાં નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.

અનુપમ ખેરે એક્સ પર લખ્યું છે કે, સેમ નીલનાં નિધનથી મને બહુ દુ:ખ થયું છે. મને ઓસ્ટ્રેલિયાના સિડનીમાં તેમને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ હતું. ઉલ્લેખનીય છે કે, સેમ નીલે તેમનાં કરિયરની શરૂૂઆત રોઝર ડોનાલ્ડસનની વર્ષ 1977 ની ન્યૂઝીલેન્ડ એક્શન થ્રિલર ફિલ્મ ’સ્લીપિંગ ડોગ્સ’થી કરી હતી. વર્ષ 1993 માં રિલીઝ થયેલી ’જુરાસિક પાર્ક’ મૂવી સેમ નીલનાં કરિયરમાં સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મમાં સેમે ડો. એલન ગ્રાન્ટ નામના પેલિયોન્ટોલોજિસ્ટનું પાત્ર ભજવ્યું હતું. આમ, આ ફિલ્મથી સેમને દુનિયાભરમાં ઓળખ મળી હતી. સેમે તેમના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે, જેમાં ખાસ કરીને ’ધ હન્ટ ફોર રેડ ઓક્ટોબર’, ’ડેડ કામ’, ’ધ પિયાનો’, ’ઇવેન્ટ હોરાઈઝન’, ’પઝેશન’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *