કાજલી ગામે હિરણ નદીના પુલ પર પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ ભારે વાહનોની અવર-જવર

વેરાવળ તાલુકાના કાજલી ગામ ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેના મેજર બ્રિજની સ્થિતિ નબળી હોવાના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એન.વાઘેલા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અને…

વેરાવળ તાલુકાના કાજલી ગામ ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેના મેજર બ્રિજની સ્થિતિ નબળી હોવાના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એન.વાઘેલા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અને આ બ્રીજ પરથી ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

આ જાહેરનામા અનુસાર કાજલી બાયપાસ રોડ પૈકી કાજલી ગામ ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસે આવેલા મેજર બ્રીજ કિ.મી 261/830 થી કિ.મી 261/930 પરથી મેક્સી કેબથી ઉપરના તમામ વાહનો જે મહત્તમ 12 પેસેન્જરની ક્ષમતાથી ઉપરના વાહનો, મીડિયમ ગુડ્સ વાહનો અને 7500 કિ.ગ્રાથી વધુ વજન ધરાવતા તમામ ટ્રાન્સપોર્ટ એન્ડ નોન ટ્રાન્સપોર્ટ વાહનો અને તમામ શાળાકીય વાહનો જેમાં વિદ્યાર્થીઓનું પરિવહન થતું હોય તેવા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અને આ જાહેરનામાનો ભંગ કરનાર સામે પગલાં ભરવા મા આવશે આ પુલ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં ખુલ્લે આમ ભારે વાહનો ચાલે છે જેમાં પાણી ભરેલા ટાંકા, મચ્છી ભરેલા મોટા ક્ધટેનર, પેસેન્જર ભરેલી બસો સહિત અન્ય વાહનો પસાર થાય છે આ વાહનો પસાર થવાનું કારણ એ છે કે જે પુલ ઉપર આડસ માટે પુલની બંને બાજુ લોખંડના પોલ ઉભા કરવામાં આવેલા છે પરંતુ પોલ ઉપર એગલ લગાવવામાં આવેલા નથી જેથી મોટા અને ભારે વાહનો સરળતાથી પસાર થાય છે આ ભારે વાહનોને બંધ કરવા હોય તો પોલ ઉપર એગલ લાગાવવુ પડે જેથી ભારે અને મોટા વાહનો બંધ થય શકે બાકી કોઈ મોટી દુર્ઘટના બની શકે છે અને કલેકટર ના જાહેરનામા નો કોઈ મતલબ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *