ચંપતરાય, અનિલ મિશ્રાના રાજીનામાને મહોર પહેલા નૃત્ય ગોપાલદાસે કહ્યું, પાપીઓને સજા થશે

રામ મંદિર દાન ચોરી કેસ અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ચંપત રાય અંગેના નિર્ણય પહેલા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ નૃત્ય ગોપાલ દાસે…

રામ મંદિર દાન ચોરી કેસ અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ચંપત રાય અંગેના નિર્ણય પહેલા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ નૃત્ય ગોપાલ દાસે કહ્યું કે આ પાપમાં સંડોવાયેલાઓને સજા થશે. “રામ મંદિરમાં દાનની ચોરીથી મને ખૂબ દુ:ખ થયું છે. આ કરોડો હિન્દુઓની શ્રદ્ધાનો મામલો છે.”

પોતાના પત્રમાં, નૃત્ય ગોપાલ દાસે લખ્યું, “શ્રી રામ લલ્લા સરકારના મંદિરમાં દાનની ચોરીથી મને ખૂબ જ દુ:ખ થયું છે; જેણે પણ આ પાપ કર્યું છે તેને શક્ય તેટલી કડક સજા મળવી જોઈએ. મને ઉત્તર પ્રદેશના પ્રતિષ્ઠિત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ પાપમાં સામેલ દરેક વ્યક્તિને સજા સુનિશ્ચિત કરશે. હું વિનંતી કરું છું કે કોઈએ પણ વ્યક્તિગત લાભ માટે આના પર રાજકારણ ન રમવું જોઈએ. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક મહત્વપૂર્ણ બેઠક આજે અયોધ્યામાં યોજાવાની છે. દાન સંગ્રહમાં કથિત અનિયમિતતાઓના વધતા વિવાદ વચ્ચે, આ બેઠક દરમિયાન ભૂતપૂર્વ મહાસચિવ ચંપત રાય અને ભૂતપૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રાના ભવિષ્ય અંગે નિર્ણય લેવાની અપેક્ષા છે.

બંનેએ 26 જૂને રાજીનામું આપ્યું હતું, જેને પછી ટ્રસ્ટી અને ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ 27 જૂને પુષ્ટિ આપી હતી.રામ મંદિર સંકુલમાં બપોરે મળેલી આ બેઠકમાં રાજીનામાના મુદ્દા ઉપરાંત, ટ્રસ્ટ મંદિરના દાન પેટીઓમાં એકત્રિત કરાયેલા દાનની ગણતરી અને હિસાબ અંગે વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા રજૂ કરાયેલા પ્રારંભિક અહેવાલની પણ સમીક્ષા થઇ હતી.દરમિયાન અલાહાબાદ હાઇકોર્ટે રામ મંદિર ચોરી પ્રકરણમાં સીબીઆઇ દ્વારા તપાસ કરવવાની જાહેરહીતની અરજીઓ ફગાવી દીધી હતી. સરકારી વકીલે દલીલ કરી હતી. આ મતલબની અરજી સુપ્રિમ કોર્ટમાં પડતર છે. તેથી અહીં સુનાવણીનું કોઇ કારણ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *