એ.ટી.એસ.નું બનાસકાંઠા, પાટણ, નવસારી અને મધ્યપ્રદેશમાં ઓપરેશન, જૈસ એ મોહમ્મદનું નેટવર્ક સક્રિય કરવાની ફિરાકમાં હતા
ગુજરાત એટીએસ દ્વારા ગુજરાત તથા મધ્યપ્રદેશમાં આતંકવાદી નેટવર્ક સક્રિય કરવાની પેરવી કરતાં જૈસએ મોહમ્મદના આઠ આતંકવાદીઓને ઝડપી લીધાના અહેવાલો મળી રહ્યાં છે. મળતી માહિતી મુજબ, એટીએસની ટુકડીઓએ આજે ગુજરાતના બનાસકાંઠા, પાટણ તથા નવસારી તેમજ મધ્યપ્રદેશના કેટલાક સ્થળોએ એક સાથે દરોડા પાડી મોટુ ઓપરેશન હાથ ધર્યુ હતું અને આ ઓપરેશનમાં જૈસએ મહમદના આઠ આતંકવાદીઓને ઝડપી લીધા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યાં છે તે પૂર્વે આજે એટીએસ દ્વારા આ મોટુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને શંકાસ્પદ આતંકીઓને ઝડપી લઈ તેની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આતંકવાદીઓમાં અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા અબુ ઉબૈદા (19 વર્ષ) રહે/ઓ ભાગલ, પાલનપુર, બનાસકાંઠા, ઈબ્રાહીમ મોહમ્મદ હુસેન ઘાઘા અબુ હમઝા (30 વર્ષ) – રહે/ઓ ભાગલ, પાલનપુર, બનાસકાંઠા, મુદસ્સીર અબ્દુલ્લા ગાઝીવાલા અબુ આયા (22 વર્ષ) – રહે/ઓ ભાગલ, પાલનપુર, બનાસકાંઠા, ઝકરિયા દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા ઈબ્ન અમ્મર ઝકરિયા પાલનપુરી (21 વર્ષ) જામિયા અબુલ હસન મદ્રેસા, ખાડિયાસણા, સિદ્ધપુર, પાટણ, મુફ્તી ફૌજાન ઈસ્માઈલ દૌવા મુફ્તી સાહબ (40 વર્ષ) જામિયા અબુલ હસન મદ્રેસા, ખડિયાસણા, સિદ્ધપુર, પાટણ, મોહમ્મદ અમીન શેરા અમીન પાલનપુરી (21 વર્ષ) જામિયા અબુલ હસન મદ્રેસા, ખાડિયાસણા, સિદ્ધપુર, પાટણ મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવદી મોહમ્મદ પાલનપુરી અબુ યુનિસા (22 વર્ષ) જામિયા રહેમાનીયા ખંભાળિયા, અંભેટા, ચીખલી, નવસારી અને બિલાલ દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા અબુ દુજાના અબુ સુફીયાન અબુ ઝુંદાલ ઉમર બિન ખત્તાબ (18 વર્ષ) વારસી નગર, દેવાસ, મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.
આ આતંકીઓ ગુજરાત તથા મધ્યપ્રદેશમાં જૈસએ મોહમ્મદનું નેટવર્ક સક્રિય કરવાની ફીરાકમાં હોવાનું જાહેર કરાયું છે. હાલ તમામની ઘનિષ્ઠ પુછપરછ થઈ રહી છે ત્યારે ચોંકાવનારા ધડાકા થવાની શકયતા દર્શાવાઈ રહી છે.
