ભાવનગર જિલ્લાના તળાજાનું યુવાધન સતત સફળતા અને સાહસિકતા ના શિખરોસર કરીરહ્યું છે.જિલ્લામાંશૈક્ષણિક ક્ષેત્રે તળાજા નું નામરોશન છે.તળાજા પંથકના યુવાન ભાઈઓ બહેનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી રાજ્યના મોટાભાગના તાલુકામાં કોઈને કોઈ સરકારી નોકરીઓ કરીરહ્યા છે.ત્યારે તળાજા ના બાઈકર્સ યુવાને વિશ્વનો સૌથી ઉંચો બર્ફીલો પહાડ સરકર્યા નો વલ્ર્ડરેકોર્ડ બનાવ્યા નું સર્ટીફિકેટ મેળવ્યું છે. હૈયેહામ અને છત્રીસની છાતીહોય સાથે સાહસ કરવાની વૃત્તિ સાથે કુદરતી સાનિધ્ય માણવાનો શોખ ધરાવતા તળાજાની યાકુબભાઈ ની વાડીમા રહેતા ને ફાઇનઆર્ટ્સ સુધીનો અભ્યાસ કરનાર નિખિલ ચાવડા અન્ય સાહસવીર યુવાનો માટે પ્રેરણારૂૂપ બન્યા છે.
પોતાની રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 પર સવાર થઈને એક એવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે, જે દરેક બાઈકરનું સપનું હોય છે. તેઓ તળાજાથી નીકળીને ભાવનગર, અમદાવાદ, ઉદયપુર, જયપુર, લુધિયાણા, ઉધમપુર, શ્રીનગર અને દ્રાસ થઈને લેહ પહોંચ્યા હતા.
ત્યારબાદ તેઓ પેગોંગ, હાનલે અને ઉમલિંગ લા સુધી ગયા હતા, જે વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ પાસ છે. આ આખી સફરમાં તેમણે ઝોઝી લા, ફોતુ લા, ખરદુંગ લા અને ફોતી લા જેવા ખતરનાક પાસ પણ પાર કર્યા છે. આ અદભુત સિદ્ધિ બદલ તેમને ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ મળ્યું છે.
