IAS, IPS બનવા માગતા ઉમેદવારોને રાહત, રાજ્ય સરકારનો સહાય રકમમાં ધરખમ વધારો

UPSCની તૈયારી કરતા ગુજરાતના યુવાનોને સરકારે મોટી ભેટ આપી હતી. મળતી જાણકારી અનુસાર, યુપીએસસી પરીક્ષા પાસ કરીને દેશના વિકાસમાં યોગદાન આપવા માંગતા ગુજરાતના યુવાનો માટે…

UPSCની તૈયારી કરતા ગુજરાતના યુવાનોને સરકારે મોટી ભેટ આપી હતી. મળતી જાણકારી અનુસાર, યુપીએસસી પરીક્ષા પાસ કરીને દેશના વિકાસમાં યોગદાન આપવા માંગતા ગુજરાતના યુવાનો માટે રાજ્ય સરકારે એક મોટી અને મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત સરકાર દ્વારા સ્પીપા અને તેના તાલીમ કેન્દ્રોમાં તૈયારી કરતા ઉમેદવારોને અપાતી નાણાકીય પ્રોત્સાહન સહાયના દરોમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને દીકરીઓને વધુ પ્રોત્સાહન મળે તે માટે યુવતીઓ માટે વિશેષ સહાયની જોગવાઈ કરાઈ છે.

સરકારના નિર્ણય અનુસાર, સ્પીપા અને તેના તાલીમ કેન્દ્રોમાં ઉમેદવારોને વધુ પ્રોત્સાહન સહાય મળશે. પ્રિલિમ પરીક્ષાની તૈયારી માટે દર મહિને 4 હજાર સુધીની સહાય અપાશે. પ્રિલિમ પાસ કરનાર યુવકોને 35 હજાર, યુવતીઓને 50 હજારની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. મુખ્ય પરીક્ષા પાસ કરનાર યુવકોને 45 હજાર, યુવતીઓને 55 હજારની પ્રોત્સાહન રકમ અપાશે. અંતિમ પસંદગી બાદ યુવકોને 75 હજાર, યુવતીઓને 1 લાખનું પ્રોત્સાહન આપવામાં આવશે. કુલ પ્રોત્સાહન સહાય યુવકો માટે 1 લાખ 55 હજાર, યુવતીઓ માટે 2 લાખ 5 હજાર રહેશે. રાજ્ય સરકારે પ્રોત્સાહન સહાયમાં સુધારેલા દરો અમલમાં મુક્યા હતા.

નવા સુધારેલા દરો મુજબ, હવે ઉમેદવારોને માત્ર પરીક્ષા પાસ કરવા પર જ નહીં, પરંતુ પ્રિલિમ્સની તૈયારીના સમયથી જ આર્થિક મદદ મળવાનું શરૂૂ થઈ જશે. પ્રિલિમ્સની તૈયારી માટે ઉમેદવારોને દર મહિને ₹4,000 સુધીની સહાય આપવામાં આવશે. જે ઉમેદવારો પ્રિલિમ્સ પાસ કરશે તેમાં યુવકોને ₹35,000 અને યુવતીઓને ₹50,000નું પ્રોત્સાહન મળશે.

મુખ્ય પરીક્ષા પાસ કરવા પર યુવકોને ₹45,000 જ્યારે યુવતીઓને ₹55,000ની સહાય અપાશે. અંતિમ પસંદગી (ઇન્ટરવ્યૂ બાદ) યુપીએસસીની આખરી યાદીમાં સ્થાન મેળવનાર યુવકોને ₹75,000 અને યુવતીઓને ₹1,00,000નું બંપર પ્રોત્સાહન મળશે. રાજ્ય સરકારના આ પ્રશંસનીય નિર્ણયને કારણે હવે ગુજરાતના યુવાનોને દિલ્હી કે અન્ય મોટા શહેરો પર નિર્ભર રહ્યા વગર ઘરઆંગણે ગુણવત્તાયુક્ત તૈયારી કરવાનો મોકો મળશે. સરકારના આ સુધારા બાદ હવે યુપીએસસી પાસ કરનાર ઉમેદવારોને મળનારી કુલ સહાયમાં યુવકો માટે ₹1,55,000 અને યુવતીઓ માટે ₹2,05,000 થઇ ગઇ છે. રાજ્ય સરકારે આ સુધારેલા દરો તાત્કાલિક અસરથી અમલમાં મૂકી દીધા છે, જેથી મધ્યમ અને સામાન્ય વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક સંકટના લીધે પાછળ ન રહી જાય અને ગુજરાતમાંથી વધુમાં વધુ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ દેશને મળી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *