આજથી જુલાઈ મહિનાની શરૂઆત થઈ છે. પરિણામે નવા મહિનાની શરૂઆત સાથે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થયાં છે. આજથી કોમર્શિયલ સિલિન્ડર આજે એટલે કે 1 જુલાઈથી સરેરાશ 180 રૂપિયા સસ્તો થયો છે. આ ઉપરાંત પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલર કંપની નાયરા એનર્જીએ પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લિટર સસ્તું કર્યું છે. જયારે હવે પેટ્રોલ પંપ પર એક વાહનમાં એક દિવસમાં માત્ર 200 લિટર ડીઝલ ભરવાની મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે. આવા અનેક ફેરફારો થયાં છે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો
જુલાઈ મહિનાની શરૂઆતમાં જ કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો છે. તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર સરેરાશ ₹180 રૂપિયા સુધી સસ્તો કર્યો છે. દિલ્હીમાં તેની કિંમત ₹2930 થઈ ગઈ છે. પહેલા તે ₹3113.50 માં મળતો હતો.કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટવાથી રેસ્ટોરન્ટ માલિકોનો ખર્ચ ઘટશે. આવા સંજોગોમાં તેઓ ચા, નાસ્તો અને થાળી સસ્તા કરી શકે છે. લગ્નોની કેટરિંગ પણ સસ્તી થઈ શકે છે.
પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 રૂપિયા સસ્તું થયું
જ્યારે સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાહત આપી છે, ત્યારે નાયરા એનર્જીએ પણ તેના પેટ્રોલ પંપ પર ઇંધણના ભાવમાં ઘટાડો કર્યો છે. ઇંધણ રિટેલર્સ દેશભરમાં 7,000 થી વધુ પેટ્રોલ પંપ ચલાવે છે, અને યરા એનર્જીએ પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લિટર સસ્તું કર્યું છે. ખરેખરમાં, પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં તણાવ ઓછો થવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો નીચે આવી છે, જેના પછી કંપનીએ આ નિર્ણય લીધો છે.
ડીઝલના વેચાણ પરની મર્યાદા 1 જુલાઈથી હટાવાઈ
હવે પેટ્રોલ પંપ પર એક વાહનમાં એક દિવસમાં માત્ર 200 લિટર ડીઝલ ભરવાની મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે, એટલે કે હવે તમે તમારા વાહનમાં જેટલું ઈચ્છો તેટલું ડીઝલ ભરાવી શકશો. આ સાથે ફેક્ટરીઓ અને કોમર્શિયલ ખરીદદારો પર લાદવામાં આવેલો પ્રતિબંધ પણ હટાવી દેવામાં આવ્યો છે.પેટ્રોલિયમ મંત્રાલયે 11 જૂને પેટ્રોલ-ડીઝલની અછતને કારણે આ પ્રતિબંધો લગાવ્યા હતા, જે સપ્લાય સુધર્યા બાદ 29 જૂનના નવા આદેશ દ્વારા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. છેલ્લા 18 દિવસથી મોટા ગ્રાહકો માત્ર બલ્ક સેલ પોઈન્ટ્સ પરથી જ ઈંધણ ખરીદી રહ્યા હતા.
આધાર કાર્ડમાં ફ્રી અપડેટ
UIDAI એ 1 જુલાઈથી આધાર કાર્ડ પર ઈમેલ એડ્રેસ અપડેટ કરાવવા માટે લાગતી ₹75 ની ફી હટાવી દીધી છે. આ સેવા આગામી છ મહિના એટલે કે 31 ડિસેમ્બર, 2026 સુધી મફત રહેશે. આ સમયમર્યાદા સમાપ્ત થયા પછી જ ફરીથી ચાર્જ લેવામાં આવશે.
પાસપોર્ટ બનાવવો મોંઘો થયો
આજથી 1 જુલાઈ 2026 થી પાસપોર્ટ વધુ મોંઘા થશે.નિયમિત અથવા તાત્કાલિક પાસપોર્ટ મેળવવા માટે તમારે પહેલા કરતાં વધુ ફી ચૂકવવી પડશે.
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવા પર બમણો દંડ ભરવો પડશે
જ્યારે પહેલા માન્ય આઇડી વિના ટ્રેનમાં મુસાફરી કરવા પર સંપૂર્ણ ભાડું અને ₹250 નો દંડ લાગતો હતો, હવે ₹500 નો દંડ લાગશે. જો કોઈ પુરુષ મહિલા કોચમાં મુસાફરી કરતા પકડાશે તો તેને ₹2,500 નો દંડ થશે. જો કોઈ બીજા મુસાફરની ટિકિટ પર મુસાફરી કરશે તો તેને સંપૂર્ણ ભાડું અને ₹500 નો દંડ ફટકારવામાં આવશે.
આજથી કર ખરીદવી મોંઘી પડશે
કાર ખરીદનારાઓને જુલાઈના પહેલા જ દિવસે ઝટકો લાગ્યો છે, કારણ કે ઘણી કંપનીઓએ તેમના વાહનોના ભાવમાં વધારો કર્યો છે.આ અંતર્ગત કિયા ઇન્ડિયાએ પોતાના તમામ વાહનોની રેન્જમાં 2% સુધીનો વધારો કર્યો છે, જ્યારે ટાટા મોટર્સ કિંમતોમાં 1.5% સુધીનો વધારો કરવા જઈ રહી છે.
