PM મોદી 4-5 જુલાઇએ ગુજરાતના પ્રવાસે

સાણંદમાં સેમીક્ધડકટર પ્લાન્ટનું ઉદ્ઘાટન, કચ્છમાં જાહેરસભા અને લોકો સાથે સીધો સંવાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇમોદી આગામી તા.4 અને 5 જુલાઇ દરમિયાન ફરી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવે…

સાણંદમાં સેમીક્ધડકટર પ્લાન્ટનું ઉદ્ઘાટન, કચ્છમાં જાહેરસભા અને લોકો સાથે સીધો સંવાદ

વડાપ્રધાન નરેન્દ્રભાઇમોદી આગામી તા.4 અને 5 જુલાઇ દરમિયાન ફરી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવે તેવી શકયતા છે. હાલ વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમ અંગે ગાંધીનગર સચિવાલયમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન બે દિવસ દરમિયાન સાણંદ અને કચ્છના કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. કચ્છમાં જાહેરસભાનું પણ આયોજન થઇ રહ્યું છે. ગુજરાતમાં વડાપ્રધાન બે દિવસના રોકાણ દરમિયાન રાજ્યમાં કરોડો રૂૂપિયાના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરનાર હોવાનું જાણવા મળે છે.

આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસનો સૌથી મહત્વપૂર્ણ અને કેન્દ્રીય કાર્યક્રમ અમદાવાદના કલાઈમેટિક ઔદ્યોગિક ઝોન એવા સાણંદમાં યોજાય શકે છે. સાણંદ મુકામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અત્યાધુનિક સેમીક્ધડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવી શકે છે. આ પ્લાન્ટ દેશને સેમીક્ધડક્ટરના માધ્યમથી વૈશ્વિક પ્લેટફોર્મ પર આત્મનિર્ભર બનાવવામાં માઈલસ્ટોન સાબિત થશે.

મુલાકાતના બીજા ચરણમાં એટલે કે 5 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરહદી જિલ્લા કચ્છની મુલાકાત લઈ શકે છે તેમ પ્રાથમિક જાણવા મળે છે. કચ્છ ખાતે વહીવટી તંત્ર દ્વારા એક વિશાળ જાહેરસભાના આયોજનની તૈયારી કરાઈ રહી છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન સરહદના પ્રજાજનો અને સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરશે તેમજ સરહદી વિસ્તારોની સુરક્ષા અને સર્વાંગી પ્રગતિ માટે અનેક નવી આર્થિક અને વહીવટી જાહેરાતો કરે તેવી સંભાવના છે. બે દિવસીય મુલાકાતના અંત સુધીમાં તેઓ ગુજરાતને નવા રોડ-રસ્તા, કનેક્ટિવિટી વધારતા કાર્યો અને અનેક નવી લોકમુખી યોજનાઓની મોટી સોગાદ આપશે. વડાપ્રધાન ની ગુજરાત મુલાકાતનો સત્તાવાર અહેવાલ આવતા દિવસોમાં જાહેર થશે તેમ હાલ સૂત્રોના માધ્યમથી જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *