હવે યુવતીઓ દારૂ-બિયર અને ઇ-સિગારેટના રવાડે ચડી

રાજપીપળામાં યોજાયેલ યુવા શક્તિ સંગમ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, હવે યુવતીઓ પણ બીયર અને ઈ-સિગારેટને રવાડે ચડી, આ ચિંતાજનક બાબત છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર…

રાજપીપળામાં યોજાયેલ યુવા શક્તિ સંગમ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, હવે યુવતીઓ પણ બીયર અને ઈ-સિગારેટને રવાડે ચડી, આ ચિંતાજનક બાબત છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને યુવાનોને શિક્ષણ, સંસ્કાર તથા વ્યસનમુક્તિ તરફ પ્રેરિત કરવાના હેતુથી રાજપીપળાના આંબેડકર હોલ ખાતે નર્મદા આદર્શગામ વિકાસ સમિતિના નેજા હેઠળ પ્રથમવાર ’યુવા શક્તિ સંગમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મનસુખ વસાવા કાર્યક્રમને સંબોધતા સાંસદ મનસુખ વસાવાએ યુવાનોમાં વધતા વ્યસન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયમાં માત્ર યુવકો જ નહીં પરંતુ યુવતીઓમાં પણ દારૂૂ અને બિયર જેવા નશીલા પદાર્થોનું સેવન વધતું જોવા મળી રહ્યું છે. પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ હવે આદિવાસી વિસ્તારો સુધી પહોંચ્યો હોવાનું તેમણે જણાવ્યું અને સમાજના શિક્ષિત વર્ગે આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવવો જોઈએ તેવી અપીલ કરી હતી.

મનસુખ વસાવા સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે મને ઘણા સજ્જન લોકોએ પત્ર લખીને પણ આ વાત જણાવી છે. દીકરીઓ બિયર અને ઈ-સિગારેટ પીવે છે. ઘરે કહે છે બહેનપણી સાથે બહાર ફરવા જાઉ છું અને બહાર જઈને બિયર પીવે છે. બર્થડે પાર્ટીમાં 400-500 જેટલી યવતીઓ ભેગી થાય છે. મુંબઈથી સુરત, વડોદરા ભરૂૂચ અને અમદાવાદ સુધી ધીરે ધીરે આ દૂષણ ફેલાયું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, જો ગામોમાં આવી બુરાઈઓ ચાલી રહી હોય તો પોલીસ અને સંબંધિત તંત્રને રજૂઆત કરીને તેને રોકવા માટે સામૂહિક પ્રયાસો કરવાની જરૂૂર છે. સમાજ અને પરિવારના સહયોગથી જ વ્યસનમુક્ત વાતાવરણનું નિર્માણ થઈ શકે છે.

મનસુખ વસાવા સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે યુવાનોને શિક્ષણને પ્રાથમિકતા આપવા અને પોતાના જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે, શિક્ષિત અને વ્યસનમુક્ત આદિવાસી સમાજ જ સમૃદ્ધિ અને વિકાસ તરફ આગળ વધી શકે છે. સારી શિક્ષા મેળવી યુવાનો ઉચ્ચ હોદ્દા સુધી પહોંચે, પરિવારને સમૃદ્ધ બનાવે અને વિકસિત ભારતના નિર્માણમાં ભાગીદાર બને તેવો સંદેશ તેમણે આપ્યો.

કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, દેડિયાપાડાના શંકર વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, રાજેશભાઈ વસાવા, દિનેશભાઈ તડવી (કલિમકવાણા), દિવ્યેશ વસાવા, સુરેશ વસાવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન ડો. રવિ દેશમુખ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *