800 RTI કરનાર પત્રકારને તતડાવતી હાઇકોર્ટ

છેલ્લા 20 વર્ષમાં 800 જેટલી આર.ટી.આઇ કરનાર એક કથિત પત્રકારની હાઇકોર્ટ આકરી ભાષામાં ધોલાઇ કરી જવાબ માંગ્યો છે. કથિત પત્રકારને માહિતી કમિશનરે આર.ટી.આઇ.નો જવાબ નહીં…

છેલ્લા 20 વર્ષમાં 800 જેટલી આર.ટી.આઇ કરનાર એક કથિત પત્રકારની હાઇકોર્ટ આકરી ભાષામાં ધોલાઇ કરી જવાબ માંગ્યો છે. કથિત પત્રકારને માહિતી કમિશનરે આર.ટી.આઇ.નો જવાબ નહીં આપતા તે હાઇકોર્ટમાં પહોંચ્યુ હતો. જયા જસ્ટીસની ઉલટ તપાસમાં આખુ ભોપાળુ બહાર આવતા જસ્ટીસે કથિત પત્રકારને તતડાવી નાખ્યા હતા અને પૂછયુ હતુ કે શુ પત્રકાર મહાનગરપાલિકાના કમિશનર છે કે, દબાણની વિગતો માંગે છે? આ બારામાં હાઇકોર્ટે વધુ વિગતો પણ માંગી છે. આ કથિત પત્રકારે જમીનના દબાણો અને ગેરકાયદે બાંધકામો સબંધી અનેક આર.ટી.આઇ. કરી હતી અને જસ્ટીસે પૂછયુ ત્યારે તેણે જણાવ્યુ કે, મહિનામાં 4-5 આર.ટી.આઇ. તો કરે જ છે.

હાઈકોર્ટે લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા પત્રકારત્વ અને માહિતી અધિકાર કાયદાના નામે ચાલતી કાળી કમાણી અને બ્લેકમેલિંગના દૂષણ પર પ્રહાર કરતા એક અત્યંત કડક વલણ અપનાવ્યું છે. અદાલતે પત્રકારત્વના ઓઠા હેઠળ અંગત સ્વાર્થ સાધનારા અને લોકો પર કાયદાનું દબાણ લાવીને રૂૂપિયા પડાવનારા તથાગત પત્રકારો સામે લાલ આંખ કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે, પત્રકારત્વનો કાયદો કે વ્યવસાય ક્યારેય એકતરફી કે પૂર્વગ્રહયુક્ત -હેતુ યુક્ત હોઈ શકે નહીં.

હાઈકોર્ટે આરટીઆઈ કાયદાની મૂળ ભાવનાને યાદ અપાવતા જણાવ્યું કે, વર્ષ 2005માં અમલી બનેલો આ નિયમ સામાન્ય લોકોની મદદ કરવા અને સરકારી તંત્રમાં પારદર્શિતા લાવવા માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક પત્રકારો આ કાયદાનો મનફાવે તેમ ઉપયોગ કરી રહ્યા છે, જે કાયદાનો સરેઆમ દુરુપયોગ છે.
અદાલતે ચિંતા વ્યક્ત કરી હતી કે, આરટીઆઈ હવે સામાન્ય અને નિર્દોષ લોકો પર દબાણ બનાવી ખોટી રીતે પૈસા પડાવવાનું એક હથિયાર બની ગયું છે. દબાણપૂર્વક રૂૂપિયા ઉઘરાવવા તે કોઈ પણ કાળે પત્રકારત્વ નથી.

આ ચોંકાવનારા કિસ્સાની વિગતો આપતા હાઈકોર્ટે નોંધ્યું કે,અત્યાર સુધીના સમયગાળામાં અમુક ચોક્કસ કથિત પત્રકારો દ્વારા 800 જેટલી મસમોટી સંખ્યામાં RTI દાખલ કરવામાં આવી છે. આ આંકડો જ સાબિત કરે છે કે કાયદાનો ઉપયોગ જનહિત માટે નહીં પણ વ્યક્તિગત હિત કે ચોક્કસ એજન્ડા હેઠળ ટાર્ગેટ કરવા માટે કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *