પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા, કાલે કોટામાં રાહુલ ગાંધીની ‘છાત્રો કી ગુંજ’ મહારેલી

કાલે કોટામાં યોજાનારા પોતાના પ્રથમ વિદ્યાર્થી સંમેલન અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ડ’ પર એક…

કાલે કોટામાં યોજાનારા પોતાના પ્રથમ વિદ્યાર્થી સંમેલન અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ડ’ પર એક પોસ્ટ શેર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશમાં દરેક પેપર લીક થવું કે પરીક્ષા રદ થવી એ માત્ર સિસ્ટમની નિષ્ફળતા નથી, પરંતુ દેશના લાખો યુવાનોના સપના પર મોટો પ્રહાર છે.

રાહુલ ગાંધીએ પોતાની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર યુવાનોને સંબોધતા કહ્યું કે, ’હું જાણું છું કે તમે બધા થાકી ગયા છો અને ગુસ્સામાં છો. પરંતુ યાદ રાખો, જ્યારે સરકાર સાંભળવાની ના પાડે ત્યારે આપણે આપણો અવાજ વધુ કોટામાં યોજાનારી ’છાત્રોં કી ગૂંજ’ મહારેલીમાં મોટી સંખ્યામાં યુવાનોને જોડાવા આહવાન કર્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ’કોટાથી શરૂૂ થયેલો આ અવાજ દેશના ખૂણે-ખૂણે પહોંચશે અને એક એવી ગર્જના બનશે જેને સરકાર પણ નજરઅંદાજ નહીં કરી શકે.

વિદ્યાર્થીઓએ કોઈપણ અફવાઓ પર ધ્યાન આપ્યા વિના માત્ર સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવો જોઈએ.’ કોંગ્રેસ પક્ષ દ્વારા દેશભરમાં પેપર લીક અને પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ સામે એક મોટા રાષ્ટ્રવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે, જેનો પ્રથમ તબક્કો બુધવારે કોટાથી રાહુલ ગાંધીના સંબોધન સાથે શરૂૂ થશે. કોટામાં યોજાનારા સંમેલન બાદ આગળના કાર્યક્રમો પણ નક્કી કરી લેવામાં આવ્યા છે, જે મુજબ આગામી 10 જુલાઈએ અલ્હાબાદ (પ્રયાગરાજ), 11 જુલાઈએ પટણા અને 14 જુલાઈએ દિલ્હી ખાતે આ વિદ્યાર્થી સંમેલનો યોજાશે.

આ આખા અભિયાનને સફળ બનાવવા માટે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ ગજઞઈં યુથ કોંગ્રેસ, પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ અને સ્થાનિક એકમો દ્વારા દેશભરમાં મોટા પાયે તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *