FBIના ડ્રોન હેક કર્યા, ફિફાના મેચને નિશાન બનાવવા ‘હેન્ડાલા’ જૂથનો દાવો

ઈરાન સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવતા ’હેન્ડાલા’ નામના હેકર જૂથે અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના સર્વેલન્સ ડ્રોન સિસ્ટમમાં ઘૂસણખોરી કરી હોવાનો ગંભીર દાવો કર્યો…

ઈરાન સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવતા ’હેન્ડાલા’ નામના હેકર જૂથે અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના સર્વેલન્સ ડ્રોન સિસ્ટમમાં ઘૂસણખોરી કરી હોવાનો ગંભીર દાવો કર્યો છે. આ જૂથે એવો પણ દાવો કર્યો છે કે તેને મહિનાઓથી FBIના ડ્રોન દ્વારા એકત્રિત કરવામાં આવેલી તસવીરો અને અન્ય ડેટા સુધી પહોંચ મળી રહી હતી.

આ સાથે જ જૂથે અમેરિકામાં ચાલી રહેલા FIFA વર્લ્ડ કપ દરમિયાન કેટલીક ટીમોની બસોને નિશાન બનાવવાની સંકેતરૂૂપ ધમકી પણ આપી હોવાનું આંતરરાષ્ટ્રીય સુરક્ષા મોનિટરિંગ સંસ્થાઓએ નોંધ્યું છે.
એક મોનિટરિંગ ગ્રુપે શુક્રવારે જણાવ્યું હતું કે ઈરાન સાથે જોડાયેલા એક હેકર ગ્રુપે FBIના ડ્રોન હેક કર્યા હોવાનો દાવો કર્યો છે અને આ સપ્તાહે શરૂૂ થયેલા ફૂટબોલ વર્લ્ડ કપને નિશાન બનાવવાની ધમકી આપી છે. જિહાદી ગ્રુપો પર નજર રાખતી સંસ્થા ’SITE ઇન્ટેલિજન્સ ગ્રુપ’ દ્વારા ’હંડાલા’નું એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ મહિનાઓથી FBI દ્વારા ઉપયોગમાં લેવાતા ’ફર્સ્ટ-પર્સન વ્યુ’ (FPV) ડ્રોન દ્વારા લેવાયેલી દરેક તસવીર અને દરેક શંકાસ્પદ વ્યક્તિ સુધીની પહોંચ ધરાવતા હતા.

એએફપીના અહેવાલ મુજબ, હેકરોએ જણાવ્યું હતું કે આ ડ્રોન આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે ફેશિયલ રેકગ્નિશન (ચહેરો ઓળખવાની ટેકનોલોજી) અને લાયસન્સ પ્લેટની તપાસ કરવાની સુવિધાથી સજ્જ હતા. જઈંઝઊના હવાલાથી હંડાલાએ નિવેદનમાં કહ્યું, “વર્લ્ડ કપની સુરક્ષા વધુ મજબૂત કરી લો, અમને તેમાંથી કેટલીક ટીમો બિલકુલ પસંદ નથી. ભૂલતા નહીં- FPV દરેક જગ્યાએ છે, તમે ક્યારેય જાણી શકશો નહીં કે ક્યારે કોઈ તમારી ટીમની બસની અંદર આવી જાય.”

SITEએ જણાવ્યું હતું કે કથિત હેકનો એક વીડિયો વાસ્તવમાં ડિસેમ્બર 2024 માં એક સોફ્ટવેર પ્લેટફોર્મ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો અમેરિકન પોલીસ વિભાગ દ્વારા પોતાની ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાવાઝોડાથી થયેલા નુકસાનનો સર્વે કરવાના પ્રચાર (પ્રમોશન) માટે બનાવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *