પેન્ટાગોનમાં કેમિકલ એટેકની આશંકા, એન્થ્રેક્સ સાયરન ગુંજ્યા, ભારે એલર્ટ

અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનમાં ગઇકાલે એન્થ્રેક્સ જેવા જીવલેણ જીવાણુના હુમલાની આશંકાએ લોકડાઉન અને આંશિક ખાલીકરણની સ્થિતિ સર્જી હતી. પરંતુ વ્યાપક તપાસ પછી કોઈ હાનિકારક સામગ્રી…

અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનમાં ગઇકાલે એન્થ્રેક્સ જેવા જીવલેણ જીવાણુના હુમલાની આશંકાએ લોકડાઉન અને આંશિક ખાલીકરણની સ્થિતિ સર્જી હતી. પરંતુ વ્યાપક તપાસ પછી કોઈ હાનિકારક સામગ્રી કે જીવાણુ ન મળ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સેન્સર સિસ્ટમની ખામીને કારણે બની હતી.

પેન્ટાગોનના અધિકારીઓએ જણાવ્યું કે સવારે વાયુ ગુણવત્તા મોનિટરિંગ સિસ્ટમે એન્થ્રેક્સની હાજરીનું એલાર્મ વગાડ્યું હતું. તરત જ બીજા થી પાંચમા માળના કોરિડોર નંબર ચારથી સાતમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. સ્ટાફને શેલ્ટર-ઇન-પ્લેસના આદેશ આપવામાં આવ્યા અને અસરગ્રસ્ત વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા.
અર્લિંગ્ટન કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટની હેઝમેટ ટીમ અને પેન્ટાગોન ફોર્સ પ્રોટેક્શન એજન્સીની ટીમોએ તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હતો.

વ્યાપક તપાસ અને પરીક્ષણો પછી અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે કોઈ જીવલેણ સામગ્રી કે એન્થ્રેક્સની હાજરી નથી. પેન્ટાગોનના પ્રવક્તા સીન પાર્નેલે જણાવ્યું કે, તપાસ પછી કોઈ જોખમ નથી તેની પુષ્ટિ થઈ છે. આ ખોટું એલાર્મ સેન્સર સિસ્ટમની તકનીકી ખામીને કારણે હતું. ઘટના દરમિયાન સ્ટાફે ગેસ માસ્ક અને રક્ષણાત્મક સામગ્રીનો ઉપયોગ કર્યો હતો. સદ્ભાગ્યે કોઈ હતાહતની કોઈ માહિતી નથી. અધિકારીઓએ આને સુરક્ષા વ્યવસ્થાની તૈયારી તરીકે જોવા માંડ્યું છે, જોકે સેન્સર સિસ્ટમની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠ્યા છે. આ ઘટનાએ પેન્ટાગોનની આંતરિક સુરક્ષા પ્રક્રિયાઓની સમીક્ષાની જરૂૂરિયાતને રેખાંકિત કરી છે. વધુ તપાસ ચાલુ છે જેથી આવી ખામીઓ ભવિષ્યમાં ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *