વિમાન દુર્ઘટનામાં દોષનો ટોપલો પાઇલટ પર કેમ?

અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. બીજીતરફ આ દુર્ઘટનાનો દોષનો ટોપલો ફ્લાઈટના પાઇલટ સુમિત સબરવાલના માથે નાખવાનો…

અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. બીજીતરફ આ દુર્ઘટનાનો દોષનો ટોપલો ફ્લાઈટના પાઇલટ સુમિત સબરવાલના માથે નાખવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલટ્સ(FIP)એ કર્યો છે. સમગ્ર દુર્ઘટનાની ન્યાયિક તપાસ થવી જોઈએ અને આવી દુર્ઘટના ભવિષ્યમાં ન થાય તે માટે એક ગાઈડલાઈન તૈયાર કરવાની માંગ ફેડરેશનના અગ્રણી સી.એસ.રંધાવાએ કરી છે.

તપાસ કરી રહેલા અધિકારીઓ મૃત્યુ પામેલા પાયલટ સુમિત સબરવાલના 91 વર્ષના પિતા પુષ્કર સબરવાલ પાસે જઈને તેમના દીકરાની અંગત જિંદગીમાં કોઈ સમસ્યા હતી કે નહીં તેની પૂછપરછ કરી સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેને દેશભરના પાયલટ્સ વખોડી રહ્યા છે. ફેડરેશને વડાપ્રધાનને આ ઘટનાની સંપૂર્ણ અને તટસ્થ ન્યાયિક તપાસ કરાવવાની તો વયોવૃદ્ધ પુષ્કર સબરવાલે સુપ્રીમ કોર્ટમાં ન્યાયિક તપાસ માટે રજૂઆત કરી છે. આ કરુણાંતિકા અંગે ભારત અને વિદેશની જુદી જુદી એજન્સીઓ તપાસ કરી રહી છે. જેમાં તાજેતરમાં જ એવી વાત વહેતી કરવામાં આવી હતી કે, AAIB દ્વારા આ તપાસનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કરાશે.

હજુ એજન્સીઓ દ્વારા માંડ તપાસ શરૂૂ કરવામાં આવી છે ત્યારે જ તેનો રિપોર્ટ કેવી રીતે રજૂ કરવામાં આવે તે સમજાતું નથી? એમ કહેતા રંધાવાએ દાવો કર્યો કે, આ ઘટનામાં તમામ કંપનીઓ વિદેશી છે, તેથી તેમને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને દુર્ઘટનામાં જીવ ગુમાવનાર, જે પોતાનો પક્ષ રજૂ કરી શકવાના નથી, તેમને દોષી ચિતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમી મીડિયામાં એવા સમાચાર વહેતા કરવામાં આવ્યા હતા કે, પાયલટે ફ્યુઅલની સ્વીચ બંધ કરી દીધી હતી, જેના કારણે આ દુર્ઘટના ઘટી હતી. જોકે, ઈલેક્ટ્રિકલ ખામીને કારણે પણ આ દુર્ઘટના ઘટી હોવાની સંભાવના નકારી શકાય નહીં. રંધાવાએ જણાવ્યું કે, દુર્ઘટના બાદ બોઈંગ ડ્રીમલાઈનરની તમામ ફ્લાઈટ ગ્રાઉન્ડ કરીને તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો ચોક્કસ સાચું કારણ જાણી શકાય.

ભારત સરકાર અને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને એવી જાહેરાત કરી હતી કે, આપણી પાસે તપાસની તમામ એજન્સી અને ટીમો છે. તેમ છતાં તપાસ માટે ચોક્કસ પાર્ટ વિદેશ મોકલવામાં આવ્યા હતા, જે શંકા ઉપજાવે છે. આ ઉપરાંત અઅઈંઇની જે ટીમ તપાસ કરી રહી છે, જે આવી મોટી દુર્ઘટનાની તપાસ કરવા માટે ક્વોલિફાઈડ નથી. જેને કારણે તપાસ વિશ્વસનીય લાગતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *