ટાટા હૈ તો મુમકીન હે… ઉદ્ઘાટનના 20 મહિનામાં ગુજરાતમાં પહેલું એરબસ C-295 ઉડ્યું

ભારતે બુધવારે વડોદરાની ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) પરથી પોતાના પહેલા ‘મેઇડ ઇન ઇન્ડિયા’ એરબસ C-295લશ્કરી ટ્રાન્સપોર્ટ વિમાનની મેઇડન ટેસ્ટ ફ્લાઇટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ…

ભારતે બુધવારે વડોદરાની ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) પરથી પોતાના પહેલા ‘મેઇડ ઇન ઇન્ડિયા’ એરબસ C-295લશ્કરી ટ્રાન્સપોર્ટ વિમાનની મેઇડન ટેસ્ટ ફ્લાઇટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ ઘટના દેશના ઉડ્ડયન અને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર માટે એક મોટી સિદ્ધિ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ’મેક ઇન ઇન્ડિયા’ મુહિમને નવી ઊંચાઈ પર લઈ જાય છે.આ વિમાન એરબસ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ વચ્ચેના જોડાણ હેઠળ બનાવવામાં આવ્યું છે. આ ભારતમાં ખાનગી ક્ષેત્ર દ્વારા ઉત્પાદિત પહેલું લશ્કરી વિમાન છે.

પહેલું ‘મેઇડ ઇન ઇન્ડિયા’ ઈ-295: વડોદરાની ફાઇનલ એસેમ્બલી લાઇન પરથી ઉડેલું આ પહેલું વિમાન છે. ભારતીય વાયુસેના માટે કુલ 40 C-295વિમાનો ભારતમાં જ બનાવવામાં આવશે. ખાનગી કંપની (ટાટા) દ્વારા લશ્કરી વિમાન ઉત્પાદનનો પહેલો કિસ્સો છે. દેશભરની અનેક ખજખઊ કંપનીઓ પણ ભાગીદાર છે. અક્ટોબર 2024માં વડોદરાના આ પ્લાન્ટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે કર્યું હતું. 2026માં જ પહેલું ‘મેઇડ ઇન ઇન્ડિયા’ C-295વિમાન ઈંઅઋને સોંપવાનું છે.

C-295એક વર્સેટાઇલ ટેક્ટિકલ ટ્રાન્સપોર્ટ વિમાન છે જે લશ્કરી કાર્યો, કાર્ગો ટ્રાન્સપોર્ટ, સર્વેલન્સ, માનવતાવાદી મદદ અને અન્ય વિવિધ કાર્યો માટે યોગ્ય છે. એરબસ ડિફેન્સે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, પહેલા ’મેઇડ ઇન ઇન્ડિયા’ એરબસ C-295વિમાને વડોદરાની ફાઇનલ એસેમ્બલી લાઇન પરથી પહેલી ટેસ્ટ ફ્લાઇટ પૂર્ણ કરી છે. આ પોસ્ટ-પ્રોડક્શન ટેસ્ટિંગનું મહત્વનું પગલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *